અંકલ કિસ કો બોલા?? મુંબઈ લોકલનો વીડિયો થઈ રહ્યો છે તૂફાન વાઈરલ…
મુંબઈઃ મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને દરરોજ કંઈકને કંઈક અલગ અલગ અનુભવો થતાં હોય છે. પરંતુ આજે આપણે અહીં મુંબઈ લોકલના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વીડિયો ચર્ચગેટ-વિરાર લોકલનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલો એક યુવક દરવાજા પાસે બેસેલા એક આધેડ વયના પુરુષને વારંવાર કાકા ઉઠો, કાકા ઉઠે એવું કહેતો સાંભળવા મળે છે. દરમિયાન કાકાએ આ ઘટના પર જે પ્રતિક્રિયા આપી છે એ જોઈને તમે પણ તમારું હસવાનું રોકી શકશો નહીં.
ચર્ચગેટથી વિરાર જવા નીકળેલી લોકલમાં બોરીવલી સ્ટેશન આવતા ઉતરવા માગતા પ્રવાસીઓ દરવાજાની નજીક આવી જાય છે. આ જ દરવાજા પર એક આધેડ વયનો પુરુષ બેસેલો જોવા મળે છે. બોરીવલી ઉતરવા માંગતા આવા જ એક ઉત્સાહી યુવકે આ પુરુષને કાકા સ્ટેશન આવી રહ્યું છે, ઉઠો… કાકા શબ્દ સાંભળીને પુરુષ ગુસ્સામાંને ગુસ્સામાં ત્યાં જ બેસી રહ્યો. વારંવારની વિનંતી બાદ પણ એ વ્યક્તિ જ્યાંની ત્યાં જ બેસી રહી છે.
પરિણામે એ યુવક વ્યક્તિને કહ્યું કે કાકા તમને કહી રહ્યો છું કે હું ઉઠી જાવ. એ વ્યક્તિએ કહ્યું કે તું કોની સાથે વાત કરી રહ્યો છે એ જ મને ખ્યાલ નથી આવ્યો? જેના જવાબમાં યુવક કહે છે કે નીચે કોણ બેઠું છે? યુવકના આ સવાલના જવાબમાં સામેથી પ્રવાસી બીજો સવાલ કરે છે કે તો પછી કાકા કોણ છે?
ત્યાર બાદ કોચમાં થોડાક સમય માટે સોંપો પડી જાય છે અને દરવાજા પાસે ઊભા રહેલાં યુવકને તેનો જવાબ મળી જાય છે.
દોડતી ટ્રેનમાં બે પ્રવાસીઓ વચ્ચે થયેલા મજેદાર સંવાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ પણ આ વીડિયો પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તમે કોઈ વ્યક્તિ સાથે આ રીતે વાત કરો તો કોઈને પણ ગુસ્સો ના આવે કે? આ વીડિયોને અત્યાર સુધીમાં 79,000થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.