Mahakumbh 2025 : સીએમ યોગીએ મહાકુંભના પાણી મુદ્દે અફવા ફેલાવનારને આડે હાથ લીધા, કહી આ વાત

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં(MahaKumbh 2025)માત્ર 7 દિવસ બાકી છે. અત્યાર સુધી 56 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. જેમાં હાલમાં સંગમના પાણીના લઈને નકલી વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
જે અંગે યુપીના સીએમ યોગી દિત્યનાથે બુધવારે કહ્યું કે નકલી વીડિયો દ્વારા સનાતન ધર્મ પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: મહાકુંભમાં હેલિકૉપ્ટર રાઈડને નામે છેતરપિંડી: બિહારની ટોળકી પકડાઈ
આ લોકો કરોડો ભક્તોની માતા ગંગા, ભારત અને મહાકુંભ પ્રત્યેની શ્રદ્ધા સાથે રમત રમી રહ્યા છે. તેમણે કહ્યું કે સંગમનું પાણી ફક્ત નહાવા માટે જ નહીં પણ પીવા માટે પણ સારું છે અને CPCB બેક્ટેરિયા રિપોર્ટ પછી તેઓ કથિત રીતે મહાકુંભને બદનામ કરવા માટે પ્રચાર કરી રહ્યા છે.
ગ્રીન ટ્રિબ્યુનલને ફેકલ કોલિફોર્મના સ્તર અંગે જાણ કરી
ઉલ્લેખનીય છે કે, સોમવારે, CPCB એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને ફેકલ કોલિફોર્મના સ્તર અંગે જાણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પાણીની ગુણવત્તા સ્નાન કરવા માટે યોગ્ય નથી.
આપણ વાંચો: વિશ્વને મેનેજમેન્ટના પાઠ પઢાવશે મહાકુંભ
સામાન્ય રીતે ગરમ લોહીવાળા પ્રાણીઓ અને મનુષ્યોના આંતરડામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા જોવા મળે છે. જેને પાણીમાં શક્ય દૂષણના સૂચક તરીકે ગણવામાં આવે છે. આ પાણીથી સ્નાન કરવું કોઈપણ વ્યક્તિ માટે હાનિકારક હોઈ શકે છે.
ખોટા પ્રચાર પર ધ્યાન ન આપવું જોઈએ
યુપી વિધાનસભામાં આનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું, આ કાર્યક્રમ કોઈ એક સંગઠન કે પક્ષ દ્વારા આયોજિત કરવામાં આવ્યો નથી. આ સમગ્ર દેશનો કાર્યક્રમ છે. સરકાર ફક્ત એક સેવકની જેમ પોતાની જવાબદારી નિભાવી રહી છે.
જ્યારે આખો દેશ અને આખું વિશ્વ તેમાં ભાગ લઈ રહ્યું છે. આ કારણોસર મહાકુંભની સફળતાએ નવી ઊંચાઈઓ સ્પર્શી છે. આપણે આ બધા ખોટા પ્રચાર પર ધ્યાન ન આપવું જોઈએ.