ગુજરાતની માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનું શાસન, બસપાના ચાર ઉમેદવારોએ ટેકો આપ્યો…

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે ભગવો લહેરાયો છે. જેમાં માંગરોળ નગર પાલિકાના( Mangrol Nagarpalika)પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠક મળતા સત્તા મેળવવા ટાઈ પડી હતી. જ્યારે બસપાને ચાર બેઠક મળી હતી. જોકે, આજે બસપાના ચાર ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો હતો. જેના પગલે હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપ સત્તા સ્થાને આવ્યું છે.
Also read : ગુજરાતીઓને મોંઘવારીનો વધુ એક ફટકો લાગ્યો; તેલના ભાવમાં આટલો વધારો
ભાજપનું સંખ્યાબળ 19 થયું
માંગરોળ નગરપાલિકામાં બસપાના ચાર ઉમેદવારના સમર્થન બાદ ભાજપનું સંખ્યાબળ 19 થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળની 36 બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી. જેમાં બસપાને 4 જ્યારે અપક્ષને 2 બેઠક મળી હતી.
Also read : મહાશિવરાત્રી પર ઉમટશે શ્રદ્ધાળુઓનો મહેરામણ; મેળાને લઈ વહીવટી તંત્રની તૈયારી
જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાયો
આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.