નેશનલ

ડિજિટલ ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગ્રણીને આપ્યો મોટો આદેશ, ઉલ્લંઘન થયું તો સજા થશે…

નવી દિલ્હી : દેશમાં અલગ અલગ રીતે વધી રહેલા ડિજિટલ ફ્રોડના કેસના પગલે હવે ભારત સરકારનો ટેલિકોમ્યુનિકેશન વિભાગ પણ એકશનમાં આવ્યો છે. જેમાં વિભાગના ધ્યાન પર આવેલી વિગતો મુજબ કલી સ્પૂફિંગ (CLI Spoofing)એટલે કે કોલર આઈડી બદલીને ફોન કરવામાં આવી રહ્યા છે. જેના પગલે હવે ટેલિકોમ્યુનિકેશન વિભાગે તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ મુજબ ગૂગલ, મેટા, ઇન્સ્ટાગ્રામ અને એક્સ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોલર આઈડી સાથે ચેડા કરવાની સુવિધા પૂરી પાડતી સામગ્રી અથવા એપ્લિકેશનોને દૂર કરવી પડશે.

Also read : અટકાયત કેન્દ્રની કચરાપેટીમાં મારી પાઘડી ફેંકી દીધી, અમેરિકાથી પરત ફરેલા શીખ યુવાન…

ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ ગુનો ગણવામાં આવ્યો

આ તમામ બાબતને સરળ રીતે સમજીએ તો એવી સામગ્રી અથવા એપ્લિકેશનો દૂર કરવી પડશે જેની મદદથી ટેલિફોન યુઝર્સ તેમની ઓળખ બદલી શકે છે. જેને ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ ગુનો ગણવામાં આવ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગનો આ આદેશ કોલર લાઇન આઇડેન્ટિફિકેશન ફ્રોડ અથવા CLI સ્પૂફિંગને રોકવા માટે કરવામાં આવ્યો છે.

યુઝર્સને કોલ કરશે ત્યારે તેને અલગ જ ઓળખ દેખાશે

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સોશિયલ મીડિયા ઇનફ્લુએન્જરનો એક વીડિયો વાયરલ થયા બાદ આ નિર્દેશ આપ્યો છે. આ વિડીયોમાં બતાવવામાં આવે છે કે ટેલિફોન યુઝર્સ તેની કોલર લાઇન ઓળખ કેવી રીતે બદલી શકે છે. જેના લીધે તે બીજા યુઝર્સને કોલ કરશે ત્યારે તેને અલગ જ ઓળખ દેખાશે.

છેડછાડને CLI સ્પૂફિંગ કહેવામાં આવે છે

આ એપનો ઉપયોગ કરીને ટેલિફોન યુઝર્સ વાસ્તવિક નંબર છુપાવી શકે છે જ્યારે કોઈ યુઝર આનો ઉપયોગ કરીને કોઈને કોલ કરે છે ત્યારે બીજા યુઝરને મૂળ નંબર નહીં પણ કોઈ બીજો નંબર દેખાશે. કોલર ઓળખ સાથે આ પ્રકારની છેડછાડને CLI સ્પૂફિંગ કહેવામાં આવે છે.

28 ફેબ્રુઆરી સુધીમાં આ નિયમો અનુસાર ફેરફારો કરવા પડશે

સામાન્ય રીતે, સોશિયલ મીડિયા અંગેના નિયમો ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. પરંતુ ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ બાબતની નોંધ લીધી છે. આનું કારણ એ છે કે આવી છેડછાડ ટેલિકોમ્યુનિકેશન એક્ટ હેઠળ આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે 28 ફેબ્રુઆરી સુધીમાં આ નિયમો અનુસાર ફેરફારો કરવા પડશે.

Also read : યુએસમાં ગેરકાયદે રહેતાં ભારતીયોને હાથકડી-સાંકળ બાંધીને મોકલાવાયા? કારણ જાણીને ચોંકી ઉઠશો…

ત્રણ વર્ષ સુધીની જેલની સજા

જો આ નિયમોનું પાલન ન થાય તો કંપની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે એ સ્પષ્ટતા કરી છે કે આવી સેવા પ્રદાન કરતી અથવા પ્રમોટ કરતી કોઈપણ અરજીને પણ ગુનો ગણવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button