‘મહાયુતિ’માં ખટપટ અંગે શિંદેએ તોડ્યું મૌનઃ કોઈ કોલ્ડ વોર નહીં પણ…

મુંબઈઃ છેલ્લા અનેક સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદે મહાયુતિમાં નારાજ હોવાનું અને મુખ્ય પ્રધાન સાથે તેમનું શીત યુદ્ધ ચાલી રહ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું, જેને કારણે વિપક્ષો દ્વારા ભારે પ્રહારો કરવામાં આવી રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વચ્ચે મતભેદ હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે આ મુદ્દે ખૂદ એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ કોલ્ડ વોર નથી પણ બધુ બરાબર છે.
Also read : ચોમાસા રેલવે ખોરવાય નહીં તે માટે પાલિકાએ કમર કસી
જોકે આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂર્ણવિરામ મૂકી દીધું હતું. સહાય સેલની સ્થાપના કરી એમાં કંઈ જ ખોટું થયું નથી. આ સેલનું નેતૃત્વ શિંદેના નજીકના સહાયક મંગેશ ચીવટે કરશે. રાજ્યમાં પાલકપ્રધાનોની નિમણૂકોને કારણે મહાયુતિના ઘટક પક્ષોના મન ખાટાં થઈ ગયાં હોવાનું બહાર આવ્યું હતું.
દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે મારી અને શિંદે વચ્ચે કોઇ શીત યુદ્ધ નથી. એકનાથ શિંદે લોકોના હિત માટે તબીબી વિકાસનો વિરોધ કરનારાઓની સામેની અમારી લડાઈમાં અમે એક જ છીએ, જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ઓક્ટોબર, ૨૦૨૩માં ફડણવીસે સમાન સેલની સ્થાપના કરી હતી. મેં ફક્ત મારા લોકો દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરીને પુનર્ગઠન કર્યું છે.
Also read : જો ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન ના બન્યા હોત તો….
અહીં એ જણાવવાનું કે ફડણવીસની અનેક સરકારી મીટિંગમાં એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા નહોતા. ફડણવીસની એક પછી એક વિભાગોની બેઠકો કરવી, વોર રુમ તૈયાર કરવા અને હવે મુખ્ય પ્રધાનના માફક સહાય સેલ તૈયાર કરવા અંગે તણાવની વાત પણ સામાન્ય બની હતી. જોકે, પાર્ટીમાં તેમની વચ્ચે મહાગઠબંધનના ત્રણેય પક્ષો વચ્ચે મતભેદ પણ નથી અને કોઈ એકબીજાથી નારાજ પણ નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી.