રણવીરે શિખવાની જરૂર છે અરિજીત પાસેથીઃ લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો હતો ને…

માતા-પિતાને પ્રેમ અને સન્માન આપવું આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે એ વાત અલગ છે કે આજના સંતાનો પોતાના માતા-પિતાને પોતાની રીતે પ્રેમ કરે છે, તેમનાથી ઘણા નજીક છે અને આજકાલ માતા-પિતા અને સંતાનોનો સંબંધ વધારે નિખાલસ થયો છે, પરંતુ તમે જ્યારે જાહેરજીવન સાથે જોડાયેલા હો અને જાહેર મંચ પર હો ત્યારે તમારે એક મર્યાદા અને સમજદારી વાપરવી પડે છે, જે વાપરવાનું પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદીયા ભૂલી જતા હંગામો થઈ પડ્યો છે અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે પણ તેની ટીકા કરી છે. રણવીરનું અભદ્ર નિવેદન માતા-પિતા સંબંધિત જ હતું અને તેથી લોકોને વધારે ખરાબ લાગ્યું છે. ત્યારે તેમના આ જખમ પર મલમ લગાડવાનું કામ બોલીવૂડ સિંગર અરિજીત સિંહે કર્યું છે.
અરિજીત બોલીવૂડનો સૌથી વધારે લોકપ્રિય સિંગર તો છે જ, પરંતુ સાથે તેની સાદગી પણ તેના ફેન્સને બહુ ગમે છે. અરિજીત ફિલ્મોમાં ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરે છે, પરંતુ સાથે કોન્સર્ટ પણ ઘણા કરે છે અને બધા હાઉસફૂલ હોય છે.
Also read: રસ્તા પર હોળી રમીને સિંગર અરિજીત સિંહે દિલ જીતી લીધું
આવો જ એક લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો હતો અને અરિજીત ગીત ગાવામાં મશગુલ હતો. લોકો પણ તેના કોન્સર્ટને એન્જોય કરી રહ્યા હતા. તેવામાં અરિજીતના મોબાઈલ પર રિંગ વાગી અને તેને ફોન આવ્યો. તેણે ફોન પણ ન કાપ્યો અને ગીત પણ ન રોક્યું. આ ફોન બીજા કોઈનો નહીં પણ તેના પિતાનો હતો. વીડિયોકોલમાં તેણે પ્રેમથી પિતા સાથે વાત કરી, લોકોને પણ મોબાઈલ સામે કરી પિતાનો ફોટો બતાવ્યો અને પછી ફરી પાછો ગીત ગાવા લાગ્યો.
નેટીઝન્સને તેનું આ જેસ્ચર ખૂબ ગમી ગયું અને તેના વખાણ થઈ રહ્યા છે.