નેશનલ

આ કારણે 23મી ઓક્ટોબરના તિરુવનંતપુરમ એરપોર્ટ પર પાંચ કલાક માટે રહેશે બંધ…

કેરળઃ કેરળના પ્રખ્યાત પદ્મનાભ મંદિરથી ભગવાન વિષ્ણુને દરિયા કિનારે લઈ જઈને પવિત્ર સ્નાન કરવવાની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં લઈને તિરુવનંતપુરમ એરપોર્ટ પર 23મી ઓક્ટોબરના પાંચ કલાક માટે વિમાનસેવા બંધ રહેશે. સાંજે ચાર વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી અનિશ્ચિત સમય સુધી ફ્લાઈટની અવર-જવર બંધ રહેશે અને આ અંગેની માહિતી તમામ એરલાઈન્સને આપવામાં આવી છે.

ન્યુઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ટીઆઈએએલ)એ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે શ્રી પદ્મનાભસ્વામી મંદિર માટે અલ્પાસી અરટ્ટુની સુવિધાની માટે 23મી ઓક્ટોબરના સાંજે 4 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી વિમાની સેવા બંધ કહેશ અને એની તમામ અપડેટેડ માહિતી એરલાઈન્સ પાસે ઉપલબ્ધ છે.
અહીંયા તમારી જાણ માટે કે શ્રીપદ્મનાભ સ્વાગી મંદિરની સદીઓ જૂની પરંપરા અનુસાર શ્રીપદ્મનાભસ્વામી મંદિરથી ભગવાન વિષ્ણુને પવિત્ર સ્નાન કરવા માટે દરિયા કિનારે લઈ જવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવા માટે કાઢવામાં આવતી આ શોભાયાત્રાને અરટ્ટુ એરપોર્ટના રનવે પરથી જ પસાર થાય છે.

ભગવાન વિષ્ણુને દર વર્ષે બે વખતે પવિત્ર સ્નાન માટે શંકુમુઘમ દરિયાને કિનારે લઈ જવામાં આવે છે જે તિરુવનંતપુરમ એરપોર્ટની પાછળની બાજુએ આવેલું છે. પહેલું પવિત્ર સ્નાન માર્ટ અને એપ્રિલ વચ્ચે પંગુની ઉત્સવ માટે ત્યાર બાદ ઓક્ટોબર અને નવેમ્બરમાં અલપસીની ઊજવણી વખતે યોજાય છે.

પરિણામે તિરુવનંતપુરમ એરપોર્ટ પણ પદ્મનાભ સ્વામી મંદિરની આ સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં લઈને દર વર્ષે બે વખતે એરપોર્ટનું કામકાજ બંધ કરે છે, જેથી મંદિરની આ શોભાયાત્રા રનવે તેના પારંપારિક નિર્ધારિત રસ્તા પરથી પસાર થઈ શકે છે. 1932માં એરપોર્ટ બન્યા બાદ પણ મંદિરની શોભાયાત્રા એ જ રસ્તા પરથી નીકળે છે અને એ દિવસે અમુક કલાકો માટે એરપોર્ટ બંધ કરવાની પ્રથા દાયકાઓથી ચાલી આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button