‘Chhaava’ની જબરજસ્ત સફળતા બાદ વિકી કૌશલે આ મંદિરમાં કરી પૂજા

મુંબઇઃ એક સમયે સાઇડ રોલ કરતો અભિનેતા વિકી કૌશલ હવે સુપરસ્ટાર બની ગયો છે. તેની ફિલ્મ ‘Chhaava’ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સફળ રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 100 કરોડની કલબમાં એન્ટ્રી મારી દીધી છે. વિકી કૌશલના અભિનયના ભારે વખાણ થઇ રહ્યા છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ આવી મોટી કમાણી કરીને નિર્માતાઓને ખુશ કરી દીધા છે. ફિલ્મને મળી રહલા પ્રતિસાદથી વિકી કૌશલ પણ ખૂબ જ ખુશ છે અને તે ભગવાનના દરબારમાં આશિર્વાદ લેવા પહોંચી ગયો હતો.
સોમવારે વિકી કૌશલે મુંબઇના પ્રખ્યાત બાબુલનાથ મંદિરમાં જઇ મહાદેવના આશિર્વાદ લીધા હતા. પરંપરાગત કુર્તા અને પાયજામામાં સજ્જ અભિનેતાએ ભગવાનની પ્રાર્થના કરી અને ધાર્મિક વિધિઓ પણ કરી હતી. આ પછી તે તેના ચાહકોને મળ્યો હતો અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
લક્ષ્મણ ઉત્તેકર દ્વારા દિગ્દર્શિત અને મરાઠા વીરતા અને બહાદુરીની ગાથા પર આધારિત આ ફિલ્મમાં વિક્કી કૌશલ, અક્ષય ખન્ના, રશ્મિકા મંદન્ના, દિવ્યા દત્તા અને આશુતોષ રાણા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ‘છાવા’ ફિલ્મે રિલીઝના માત્ર ત્રણ દિવસમાં 120 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
Also read: છાવા છવાઈ ગઈઃ બે દિવસમાં જ બોક્સ ઓફિસ છલકાઈ ગઈ…
વિકી કૌશલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવવી એ તેના કરિયરનો સૌથી મુશ્કેલ રોલ હતો. તેણે કહ્યું હતું કે , ‘આવું ઐતિહાસિક પાત્ર ભજવવા માટે ઘણી શિસ્તની જરૂર પડે છે, અને શિસ્ત મુશ્કેલ છે.’ આ ફક્ત એક મહિનાની મહેનત નથી, પણ દોઢથી બે વર્ષની મહેનતનું ફળ છે.’
‘છાવા’ ફિલ્મ દર્શકોમાં ભારે ઉત્સાહ અને ગર્વની ભાવના પેદા કરી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 140.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ફિલ્મની કમાણીનો આંકડો 200 કરોડને પાર જતો રહેશે અને આ ફિલ્મ કમાણીનો નવો રેકોર્ડ બનાવશે, એવો ટ્રેડ પંડિતોને વિશ્વાસ છે.