પ્રેક્ટીસ સેશનમાં ઋષભ પંત લંગડાતો દેખાયો, વિકેટકીપિંગ પ્રેક્ટિસ છોડી; ભારતીય ટીમની ચિંતા વધી

દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ UAEના દુબઈ (ICC Champions Trophy) પહોંચી, ભારતીય ટીમ તેની પહેલી મેચ 19મી તારીખે બાંગ્લાદેશ સામે રમશે. એ પહેલા ભરતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટીસ સેશનમાં પરસેવો પાડી રહ્યા છે. સોમવારે ટીમે દુબઈની ICC એકેડેમીમાં બીજા પ્રેક્ટીસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતનો વિકેટકિપર બેટર ઋષભ પંત લંગડાતો (Rishabh Pant Injury) દેખાયો હતો, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.
નોંધનીય છે કે રવિવારે પહેલા પ્રેક્ટીસ સેશન દરમિયાન પંતના પગ ઈજામાં થઇ હતી, જો કે અહેવાલ હતો કે તે સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ સોમવારે તે પુરેપુરો સ્વસ્થ દેખાતો ન હતો. તેણે વિકેટકીપિંગની પ્રેક્ટીસ છોડી દીધી હતી. એવી પુરેપુરી શક્યતા છે કે બાંગ્લાદેશ સામેની મેચ કેએલ રાહુલ વિકેટકીપર અને ફિનીશરની ભૂમિકામાં જોવા મળે.
પંતને ઈજા કેવી રીતે થઇ?
રવિવારે પ્રેક્ટીસ સેશન દરમિયાન હાર્દિક પંડ્યા સ્પિનરો સામે હિટિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન હાર્દિકે એક જોરદાર શોટ માર્યો જે પંતના ઘૂંટણ પર વાગ્યો. ટીમના ફિઝિયો, કમલેશ જૈને તરત જ તેની સંભાળ માટે પહોંચ્યા. જોકે, કોઈ ગંભીર ઈજા લાગી ન હતી, પ્રથમ સેટના પ્રેક્ટીસ સેશન બાદ પંત તરત જ સ્વસ્થ થઈ ગયો હતો.
Also read:ટીમ ઈન્ડિયાનો સંકટમોચન બોલર ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે! અહેવાલમાં દાવો
સોમવારે શું થયું?
સોમવારે દુબઈમાં ભારતના બીજા નેટ સેશન દરમિયાન પંત થોડો લંગડાતો દેખાયો. અહેવાલ મુજબ તેણે વિકેટકીપિંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટિસ છોડી દીધી અને જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે થોડો તકલીફમાં દેખાતો હતો, તે ઘણા આસાન બોલ ચૂકી ગયો અને ઘણા બોલ બેટની એજ પર વાગ્યા.
કે એલ રાહુલ ગંભીરની પહેલી પસંદગી:ચેમ્પિયન્સ ટ્રોફી માટે વિકેટકીપર બેટર તરીકે કેએલ રાહુલ હેડ કોચ ગૌતમ ગંભીરની પહેલી પસંદ રહ્યો છે. પરંતુ, કેએલ લાઇન-અપમાં નંબર 5 કે 6 પર બેટિંગ કરશે એ અંગે કોઈ પુષ્ટિ થઇ નથી.
દુબઈમાં ભારતના બીજા પ્રેક્ટીસ સેશન દરમિયાન કે એલ રાહુલ મોટા-હિટિંગ શોટ્સ પર વધુ ફોકસ કરી રહ્યો. ટેકનિકલ અપ્રોચ માટે જાણીતા, રાહુલે આક્રમક શોટ્સ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગિયર બદલ્યો હતો. પાંચમા કે છઠ્ઠા ક્રમે બેટિંગ કરતા રાહુલે અંતિમ ઓવરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની રહેશે, રેન્જ-હિટિંગ પર તેનું ધ્યાન ભારત માટે ખૂબ મહત્વનું રહેશે.
શ્રેયસ ઐયરે પણ મોટી હિટ્સ લગાવવાની પ્રેક્ટીસ કરતો જોવા મળ્યો હતો, જ્યારે વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્માએ ટેકનીકલ શોર્ટ્સ રમતા દેખાયા હતા. બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં આ બેટર્સ તરફથી મોટી ઇનિગ્સ જોવા મળે તેવી ચાહકોને આશા છે.