ઇન્ટરનેશનલ

સુનિતા વિલિયમ્સ આ તારીખે પૃથ્વી પર પરત ફરશે; જાણો Crew-10 મિશન વિષે

વોશિંગ્ટન: નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર આઠ મહિના વિતાવ્યા બાદ આખરે 19 માર્ચે પૃથ્વી પર પરત ફરે તેવી અપેક્ષા છે. ISS પરથી આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતા અને વિલ્મોરે પુષ્ટિ કરી હતી કે ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ (Crew-10 Mission) થવાનું છે અને એક અઠવાડિયા પછી 19 માર્ચે તેમને લઈને પરત ફરશે.

નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર તેમના અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે છેલ્લા આઠ મહિનાથી અવકાશમાં જ છે, તેઓ આવતા મહિને સલામત રીત પાછા ફરે તેવી સૌને આશા છે.

ક્રૂ-10 મિશન:
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે જણાવ્યું કે ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને ISS સાથે ડોક (Dock) કરશે. ત્યારબાદ બંને તેમનું કાર્ય આવનાર અવકાશયાત્રીઓ સોંપશે, નવા અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન કમાન્ડર તરીકે ચાર્જ સંભાળશે. હાલમાં, સુનિતા વિલિયમ્સ ISSના કમાન્ડર છે.

ક્રૂ-10 નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ અવકાશયાત્રી કિરીલ પેસ્કોવને ISS પર લઈ જશે. ક્રૂ-10 મસીહાનને અવકાશ લાવનાર ડ્રેગન અવકાશયાનમાં વિલિયમ્સ અને વિલ્મોર સવાર થશે, જે 19 માર્ચે પૃથ્વી પર ઉતરશે.

Also read:અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સને NASA પરત કેમ લાવી શકતું નથી?

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગયા વર્ષે 5 જૂને બોઇંગ સ્ટારલાઇનરમાં ISSના પહોંચ્યા હતાં, ત્યાર બાદ અવકાશયાનમાં ટેકનીકલ સમસ્યાઓના કારણે ત્યાં અટવાઈ ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button