આમચી મુંબઈ

ફ્લેટમાં 300 બિલાડીઓ! સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી…

પુણેઃ મુંબઇ, પુણે જેવા અતિવ્યસ્ત મહાનગરોમાં પોતાની એકલતાને ખાળવા ઘરમાં પાળતું પ્રાણીઓને રાખવાનું ચલણ વધતું જાય છે. અનેક ઘરોમાં તમને પાળેલા શ્વાન, બિલાડી, સસલા વગેરે જેવા પ્રાણીઓ મળી આવશે. જોકે, આ દરેક જણ એકાદ બે પ્રાણીને ઘરમાં રાખતા હશે, પણ હાલમાં એક એવો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેના ફ્લેટમાં એક-બે નહીં પણ 300 બિલાડી રાખી હતી, જેની સામે સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આપણે આ વિશે જાણીએ.

Also read : અડધી જનતા તો ઝૂંપડપટ્ટીમાં રહે છે, મુંબઈ સાંઘાઈ કે સિંગાપોર ક્યાંથી બને?

પુણેના હડપસર વિસ્તારની એક સોસાયટીના ફ્લેટમાં 300 જેટલી બિલાડીઓ રાખવામાં આવી હતી. બિલાડીના મળની અતિશય દુર્ગંધને કારણે સોસાયટીના રહેવાસીઓ કંટાળી ગયા હતા અને તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ અને પશુ ચિકિત્સા અધિકારીઓએ ત્યારબાદ આ ફ્લેટ પર દરોડો પાડયો હતો. પોલીસે ફ્લેટ માલિકને 48 કલાકની અંદર આ બધી બિલાડીઓને અન્ય જગ્યાએ ખસેડવા અને તેમની યોગ્ય સંભાળ રાખવાની સૂચના આપી હતી.

આ વિશે માહિતી આપતા હડપસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને ફરિયાદ મળી હતી કે રીન્કુ ભારદ્વાજ અને રીતુ ભારદ્વાજ હડપસરમાં માર્વેલ બાઉન્ટી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર c-901માં રહે છે. તેમના ઘરમાં તેઓએ અનેક બિલાડીઓ પાળી છે અને તેની દુર્ગંધથી આખી સોસાયટીના લોકો પરેશાન થઈ રહ્યા છે.

Also read : રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?

પોલીસને ફરિયાદ મળ્યા બાદ મહિલા પોલીસ અધિકારીઓએ આ ફ્લેટમાં જઈને નિરીક્ષણ કર્યું હતું, તો સાડા ત્રણ બેડરૂમ હોલ કિચનના આ ફ્લેટમાં 300 થી વધુ બિલાડીઓ મળી આવી હતી. રીન્કુ ભારદ્વાજ અને ચાર મહિલા કર્મચારી આ ફ્લેટમાં હાજર હતી. આ બિલાડીઓને હડકવા સામે રસી આપવામાં આવી ન હતી અને તેમની નસબંધી પણ કરવામાં આવી ન હતી. કેટલીક બિલાડીઓ પ્રેગનેન્ટ હતી અને કેટલીક બિલાડીઓએ બાળકોને પણ જન્મ આપ્યો છે. જોકે, ભારદ્વાજ પરિવાર પાસે આ અંગેનો કોઈપણ પ્રકારનો તબીબી રેકોર્ડ ન હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button