તરોતાઝા

અસહનીય ગૅસ્ટ્રોએન્ટેરાઇટિસ

આધુનિક સાધનોના વપરાશને કારણે શારીરિક વ્યાયામ થતો નથી તેમ જ વર્ક ટુ હોમનું ચલણ વધી ગયું છે, જેથી શરીરની કેલરી ખર્ચ થતી નથી. કબજિયાત કે ઓછું પાચન થવાને કારણે પેટમાં ગૅસ વધુ બને છે.

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

પ્રાચીન સમયથી આજના આધુનિક સમય સુધી પેટમાં ગૅસ થવાની સમસ્યા હંમેશાં રહી છે. લગભગ દરેક વ્યક્તિ માટે પેટમાં ગૅસ થવાની સમસ્યા હોય છે, જે સામાન્ય બની ગઇ છે. સાંજના સમયમાં આ વધુ જણાય છે. જીવનશૈલી ખૂબ જ મોટા પાયે બદલાઇ ગઇ છે. આધુનિક સાધનોના વપરાશને કારણે શારીરિક વ્યાયામ થતો નથી. તેમ જ વર્ક ટુ હોમનું ચલણ વધી ગયું છે. બેઠાડું જીવન લગભગ બધાનું થઇ ગયું છે. જેથી શરીરની કેલરી ખર્ચ થતી નથી. કબજિયાત કે ઓછું પાચન થવાને કારણે પેટમાં ગૅસ વધુ બને છે. ગૅસની સમસ્યા વધતા એસિડિટી થાય છે અને વધુ કબજિયાત પણ રહેવા લાગે છે. આ ગૅસ અને એસિડિટીના ઉપચાર માટે દવાઓના ઉપયોગ થાય છે જેથી તે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસની સમસ્યાઓ થઇ જાય છે.

ગૅસ્ટ્રોએન્ટેરાઇટીસની સમસ્યાઓના કારણ છે. ડાયરિયાની દવા, ઊલટીની દવાઓ, કબજિયાતની દવાઓ, એસિડિટીની જે દવા જેમાં મેગ્નેશિયમ યુક્ત એન્ટાસિડ દવા, વધુ પડતી એન્ટિબાયોટીક દવાઓ, લેકસેટિવ દવાઓનો ઉપયોગ તેમ જ અન્ય બીમારીઓની દવાઓના ઉપયોગને કારણે આ સમસ્યા વધુ પડતી થાય છે.

જીવનશૈલી અસ્તવ્યસ્તના કારણે
વધુ પડતાં કેમિકલ યુક્ત ખોરાકના કારણે, ઝેરીલા મશરૂમ, સીફૂડ, પેકેટવાળાં ફળોનાં જયૂસ, કાર્બોનેટ યુક્ત સોફટ ડ્રિન્ક, કેફેનવાળા પદાર્થો, વારંવાર તળેલા પદાર્થો, સોડા યુક્ત પદાર્થો, તળેલા પદાર્થને કુરકુરા રાખવા માટે પદાર્થ, બજારુ તૈયાર સલાડ, બ્રેડ, બજારુ દૂધની મીઠાઇઓ કે અન્ય ખાદ્ય પદાર્થ જે પાચન થતા નથી આંતરડામાં સડે છે. તેના કારણે ગૅસ્ટ્રોની સમસ્યા રહે છે. રાસાયણિક વિષાકતામાં આર્સેનિક યુક્ત દવાઓ, ભારી ધાતુ નાખેલી દવાઓ, તેમ જ ભારી ધાતુઓમાં બનતા ખાદ્ય-પદાર્થનો વપરાશ ગૅસ્ટ્રોએન્ટેરાઇટિસને સાજો થવા દેતો નથી. અને અન્ય બીમારીઓને જન્મ આપે છે. જેવી કે કમરમાં તીવ્ર દુ:ખાવો જેને કારણે મણકાની ગાદી ખસી જવી. કરોડરજજુ વળવા લાગે, શરીર કમાન જેમ વળી જવું. ભયંકર ગૅસ થવો, મોઢામાં વાસ આવવી, અન્નનળીમાં સખત બળતરા થવી. આંતરડામાં અને પેટ ઉપર ભારી સોજા આવવા. તેમ જ પેપ્ટિક અલ્સર થવા. ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇન કેન્સર અલ્સરેટીવ કોલાટીસ થવું. જોરદાર ક્રેમ્પસ આવવા માથુ ભારેથી અતિભારે થવું. ઓડકાર બંધ ન થવા જેવી શારીરિક નિષ્ક્રિયતાનો વ્યક્તિ ભોગ બને છે.

આ ગૅસ્ટ્રોરાઇટીસ હજુ આગળ વધતાં ઇ-કોલાઇગેસ્ટ્રો અન્ટેરાઇટિસ, નોરો વાયરસ ગૅસ્ટ્રોઅન્ટેરાઇટિસ, ચૅટાવાયરસ ગૅસ્ટ્રોએન્ટેરાઇટિસ જેવી બીમારીઓ થઇ જાય છે. ઇ-કોલાઇગેસ્ટ્રો અન્ટેરાઇટિસ જેવા લક્ષણ જે ટ્રેવલર્સ ડાયરિયાને કારણે થાય છે તેમાં પેટ ફૂલવું, ડિહાઈડ્રેશન થવું, લોહીવાળા ઝાડા થવા વગેરે થાય છે. નોરોવાયરસ ગૅસ્ટ્રોઅન્ટેરાઇટિસ જે દૂષિત પાણી, દૂષિત ભોજનના કારણે વધુ જોવા મળે છે. રોટાવાયરસમાં ઝાડા, ઊલટી, ઝાડા રોકવાની દવાઓને કારણે આંતરડા અને પેટ પર ગંભીર સોજા આવે છે. બધી જાતના ગેસ્ટ્રોરાઇટીસ બીમારીમાં આંતરડા અને પેટ પર સોજા આવે છે. પછી ઝાડા, કમરનો દુખાવો, કરોડરજ્જુનો દુખાવો અને અલ્સર થાય છે. ગૅસની સમસ્યા થતાં જ જાગૃત થવાની વધુ જરૂર છે. ગમે ત્યારે અને ગમે ત્યાં ખાવું તેમ જ હોટેલો, ધાબાઓ અને રેકડીના દૂષિત અને કેમિકલ યુક્ત આહાર આજની મોટી સમસ્યા છે.

ગૅસની બીમારી તરફ લોકો નજરઅંદાજ કરે છે. અથવા તો દવાઓ લેવા માંડે છે. આ નાની સમસ્યા આગળ જતાં મોટું સ્વરૂપ લે છે. મારી પાસે આવતા દર્દીઓ આવી ઘણી સમસ્યાઓ લઇને આવે છે. આના ઉપચાર તો છે પણ દર્દીઓ આની સમર્થ થતાં નથી. જેથી હંમેશાં આ સમસ્યા સાથે જીવવું પડે છે.

ગૅસ થતાં કુદરતી ઉપચાર અપનાવા જોઇએ જેથી દવાઓની સાઇડઇફેકટને કારણે બીજી સમસ્યાનો ઉદ્ભવ ન થાય. એસિડિટી અને ગૅસ થતા દાડમનો ઉપયોગ વધારે લેવો. લીંબુ પાણી દિવસમાં એકવાર જરૂરથી લેવું. મુખવાસમાં અજમો, સૂવા, વરિયાળીનો ઉપયોગ જરૂરથી કરવો. ઓર્ગેનિક તેલ પીવું. જેવા નારિયેળ કે બદામ તેલ એક ચમચી જેટલું લેવું. કબજિયાત રહેતી હોય તો અઠવાડિયામાં બેવાર ગરમાળાનો ઉપયોગ કરવો. ડીકામારીનો ઘસારો લેવો, હીંગનો ઉપયોગ કરવો. નાની સમસ્યાને જડમૂળથી કાઢવા પ્રયત્ન કરવા.

ગૅસનો રામબાણ ઇલાજ પેટ ઉપર ઠંડા પાણીનો નેપકીન રાખવો જે થોડીવારમાં જ ગેસ અને એસિડિટી પર કાબૂ મેળવે
છે. ગંભીર બીમારી થયા પછી જાગવું એ કોઇ સમસ્યાનો અંત નથી. સમય રહેતા જ આનો ઉપચાર કરવો. કમરના ઓપરેશન કરાવવા મણકાની ગાદીના ઓપરેશન કરાવવા પડે છે. અલ્સરના કારણે આંતરડાનું ઓપરેશન કરાવવા પડે છે. જેને કારણે શરીર નકામા જેવું બની જાય છે. શારીરિક નિષ્ક્રિયતા થઇ જાય છે. બીજા પર રહેવું નિર્ભર પડે છે. હંમેશાં દવાઓ ખાવી પડે છે. ખોરાક પેટમાં જતો નથી. જીવવું અસહનીય થઇ જાય છે. ગૅસની સમસ્યા માટે શારીરિક વ્યાયામ ખૂબ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button