FDમાં રોકાણ કરતા પહેલા જાણી લો 5 સૌથી મોટી બેંકોના વ્યાજ દરો; મળશે 8 ટકા સુધી વ્યાજ

પૈસાના રોકાણ (Investing) માટે આપના સૌના મનમાં એક પ્રશ્ન રહે છે કે રોકાણ માટે કયો વિકલ્પ યોગ્ય અને ફાયદાકારક છે. જો કે મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટને (Fixed Deposit) રોકાણ માટે વધુ સારો વિકલ્પ માને છે. આમાં રોકાણ કરેલી રકમ પર કોઈ જોખમ નથી રહેતું અને મૂડી 100 ટકા સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, નિશ્ચિત સમયમાં નિશ્ચિત વ્યાજ પર વળતર પ્રાપ્ત થાય છે. જો તમે પણ પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની બની રહેશે. આજે અમે તમને દેશની 5 મોટી બેંકોના FD વ્યાજ દરો વિશે જણાવીશું, જેમાં તમે રોકાણ કરી શકો છો અને 8 ટકા વળતર મેળવી શકો છો.
કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)
કોટક મહિન્દ્રા બેંક તેના ગ્રાહકોને ખૂબ સારા વ્યાજ દરો આપે છે. કોટક મહિન્દ્રા બેંક એફડી પર સામાન્ય નાગરિકો 2.75 ટકાથી 7.40 ટકા સુધીનું વળતર મેળવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર ૩.૨૫ ટકાથી ૮.૧૪ ટકા સુધીનો છે.
એક્સિસ બેંક (Axis Bank)
એક્સિસ બેંક એફડીમાં સામાન્ય નાગરિકો 3 ટકાથી 7.25 ટકા સુધીનું વળતર મેળવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે, FD વ્યાજ દર 3.50 ટકાથી 7.75 ટકા સુધીની હોય છે.
Also read: આ બેંકે કરોડો ગ્રાહકોને ભેટ આપી, તેની વિશેષ યોજનામાં રોકાણની તારીખ લંબાવી
ICICI બેંક
આ ઉપરાંત ICICI બેંકની FD પર પણ રોકાણ કરવું એક સારો વિકલ્પ છે. આ બેંકમાં સામાન્ય નાગરિકો 3 ટકાથી 7.25 ટકાના દરે વળતર મેળવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 3.50 ટકાથી 7.85 ટકા સુધીનો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank Of India) પણ FD પર ખૂબ સારું વળતર આપે છે. આ બેંકમાં સામાન્ય નાગરિકો એફડી પર 3.50 ટકાથી 7 ટકાના દરે વળતર મેળવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે FD વ્યાજ દર 4 ટકાથી 7.50 ટકા સુધી છે.
HDFC બેંક
HDFC બેંક પણ તેના ગ્રાહકોને ખૂબ સારા વ્યાજ દરો આપે છે. સામાન્ય નાગરિકો HDFC બેંકની FD પર 3 ટકાથી 7.40 ટકા સુધીનું વળતર મેળવી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર 3.50 ટકાથી 7.90 ટકા સુધીનો છે.