મનોરંજન

BAFTA Awards 2025: ભારતીય ફિલ્મને ના મળ્યો એક પણ એવોર્ડ, જાણો કઈ ફિલ્મો એ મારી બાજી

લંડન: આગામી 2જી માર્ચના રોજ 97માં એકેડમી એવાર્ડની જાહેરાત કરવામાં આવશે, એ પહેલા પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA Awards)ની જાહેરાત કરવામાં આવી છે. 78મા બાફ્ટા એવાર્ડનો સમારોહ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયો હતો. ગોલ્ડન ગ્લોબ બાદ આ એવોર્ડમાં પણ ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું છે, પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ’ બાફ્ટામાં પણ એક પણ એવોર્ડ જીતી ના શકી. જ્યારે ‘કોનક્લેવ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ ફિલ્મોએ મોટી બાજી મારી છે.

આ પણ વાંચો: …તો આ કારણે Deepika Padukoneએ BAFTAમાં પહેરી હતી સાડી

આ ફિલ્મોએ બાજી મારી:

આ વર્ષે બાફ્ટામાં ‘કોનક્લેવ’ અને ‘એમિલિયા પેરેઝ’ ને સૌથી વધુ કેટેગરીમાં (અનુક્રમે 12 અને 11) નોમિનેશન મળ્યા હતા. ‘કોનક્લેવ’ એ અન્ય એવોર્ડ્સ સાથે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો. ‘ધ બ્રુટાલિસ્ટ’ એ પણ ઘણા એવોર્ડ્સ જીત્યા. એડ્રિયન બ્રોડીને ફિલ્મ ‘ધ બ્રુટાલિસ્ટ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો અને મિકી મેડિસનને ફિલ્મ ‘અનોરા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. નોન-અંગ્રેજી ફિલ્મ કેટેગરીમાં એમિલિયા પેરેઝે એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો: ઓસ્કર બાદ આ દિગ્ગજ હોલીવુડ કલાકારો સાથે BAFTAને હોસ્ટ કરશે દિપીકા

જુઓ બાફ્ટા 2025 વિજેતાની સંપૂર્ણ યાદી:

બેસ્ટ ફિલ્મ – ‘કોનક્લેવ’
બેસ્ટ બ્રિટિશ ફિલ્મ –‘કોનક્લેવ’
બેસ્ટ ડાયરેક્ટર – બ્રેડી કોર્બેટ, ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ એક્ટર – એડ્રિયન બ્રોડી, ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ એક્ટ્રેસ – મિકી મેડિસન, ‘અનોરા’
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર – કિઅરન કલ્કિન, ‘અ રીઅલ પેઈન’
બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસ – ઝો સલ્ડાના, અમેલિયા પેરેઝ
બેસ્ટ રાઈઝીંગ સ્ટાર (પબ્લિક ઓપિનિયન) – ડેવિડ જોન્સન
બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ બ્રિટિશ ડેબ્યુ – રિચ પેપિયાટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘નીકેપ’
બેસ્ટ ઓરીજીનલ સ્ક્રિનપ્લે – જેસી આઈઝનબર્ગ, ‘અ રીઅલ પેઈન’
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રિનપ્લે – પીટર સ્ટ્રોઘન, ‘કોનક્લેવ’
બેસ્ટ નોન-ઈંગ્લીશ ફિલ્મ – ‘એમિલિયા પેરેઝ’
બેસ્ટ મ્યુઝીક સ્કોર – ડેનિયલ બ્લમબર્ગ, ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ સિનેમેટોગ્રાફી – લોલ ક્રોલી, ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ એડીટીંગ – ‘કોનક્લેવ’
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – ‘વિકેડ’
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – ‘વિકેડ’
બેસ્ટ સાઉન્ડ – ‘ડ્યુન: પાર્ટ 2’
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ‘ડ્યુન: પાર્ટ 2’
બેસ્ટ મેકઅપ એન્ડ હૈર – ‘ધ સબસ્ટન્સ’
બેસ્ટ એનિમેટેડ ફિલ્મ – ‘વોલેસ એન્ડ ગ્રોમિટ: વેન્જેન્સ મોસ્ટ ફાઉલ’
બેસ્ટ બ્રિટિશ શોર્ટ ફિલ્મ – રોક, પેપર, સિઝર્સ
બેસ્ટ બ્રિટિશ શોર્ટ એનિમેશન – ‘વન્ડર ટુ વન્ડર’
બેસ્ટ ચિલ્ડ્રેન એન્ડ ફેમિલી ફિલ્મ – ‘વોલેસ અને ગ્રોમિટ: વેન્જેન્સ મોસ્ટ ફાઉલ’
બેસ્ટ ડોકયુમેન્ટરીફિલ્મ – ‘સુપર/મેન: ધ ક્રિસ્ટોફર રીવ સ્ટોરી’
આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન ટૂ બ્રિટીશ સિનેમા – ‘મેડિસિનમા’
બાફ્ટા ફેલોશિપ – વોરવિક ડેવિસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button