સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતના મુખ્ય પ્રધાનના મત વિસ્તારમાં જ મતદારો ઉદાસીન, માત્ર 31 ટકા જ થયું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માટે મતદાન થયું હતું. અમદાવાદમાં ઘાટલોડિયા વોર્ડની (Ghatlodia) એક બેઠક માટે પેટા ચૂંટણી (by election) યોજાઈ હતી. જેમાં માત્ર 31.26 ટકા જ મતદાન નોંધાયું હતું. આ વોર્ડ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) વિધાનસભા મત ક્ષેત્ર અંતર્ગત આવે છે. રાજ્યના મુખ્ય પ્રધાનના મત વિસ્તારમા જ મતદારોનું ઉદાસીન વલણ જોવા મળ્યું હતું. આ વોર્ડમાં ધીમી ગતિએ મતદાન ચાલતું હતું. સવારના બે કલાકમાં માત્ર પાંચ ટકા જેટલું જ વોટિંગ થતાં ભાજપના કાર્યકર્તા, નેતાઓમાં ચિંતા જોવા મળી હતી. જેને લઈ સોસાયટીમાં ફરીને લોકોને મતદાનની અપીલ કરવા નીકળ્યા હતા.
ઘાટલોડિયા વોર્ડમાં કેમ થઈ પેટા ચૂંટણી
આ બેઠક પરથી વિદેશમાં સ્થાયી થયેલા ભાજપના કોર્પોરેટર રાજીનામું આપ્યું હતું. જેના કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી.
કેટલા મતાદારો કર્યો મતાધિકારનો ઉપયોગ
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પચટેલના મતક્ષેત્ર ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં કુલ 78,984 મતદારોમાંથી 24,676 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 13,723 પુરુષ અને 10,953 મહિલાએ મતદાન કર્યું હતું.
આ પણ વાંચો…નવું વર્ષ અમદાવાદ માટે આટલું લોહિયાળ? હિટ એન્ડ રનમાં દોઢ મહિનામાં 21 જણના જીવ ગયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. રાજ્યની કુલ 66 નગરપાલિકાની 1844 બેઠકો, 2 નગરપાલિકાઓની 72 બેઠકો અને જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પરના તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે અને મંગળવારે તેનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે.