દિલ્હી ઉપરાંત શેર બજારમાં પણ ભૂકંપ; બજાર ખુલતાની સાથે સેન્સેક્સ આટલા પોઈન્ટ્સ તુટ્યો

મુંબઈ: ગત અઠવાડિયું ભારતીય શેર બજાર માટે ઉથલપાથલ ભરેલું રહ્યું, રોકાણકારોને આશા હતી કે નવા અઠવાડિયાની શરૂઆત (Indian Stock Market) સારી થશે, પણ આજે સોમવારે બજાર ખુલતાની સાથે મોટું ગાબડું પડ્યું. આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE SENSEX) 6087.73 પોઈન્ટ ઘટીને 75,330.38 પોઈન્ટ પર પહોંચ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી (NSE NIFTY) 194.50 પોઈન્ટ ઘટીને 22,734.75 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
મહિન્દ્રા, ટાટા સ્ટીલ, NTPC, ઝોમેટો, TCS, ઇન્ફોસિસના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. બજારમાં બધા ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા છે. આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિફ્ટીના સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં થયો છે, જે 4.29 ટકા ઘટીને રૂ. 2816.45 પર આવી ગયો છે. HDFC લાઇફના શેરમાં 1.31 ટકા, હીરો મોટોકોર્પના શેરમાં 1.23 ટકા, BELના શેરમાં 1.14 ટકા અને ટાટા સ્ટીલના શેરમાં 1.09 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો…શેરબજારમાં હજુ મોટી ઉથલપાથલ થશે! વિદેશી રોકાણકારોના આ વલણને કારણે જોખમ વધ્યું
નિફ્ટીમાં સન ફાર્મા, સિપ્લા, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સના શેરોમાં વધારો નોંધાયો છે.
આજે એશિયન બજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 ફ્લેટ રહ્યો, જ્યારે ટોપિક્સમાં 0.15 ટકાનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.18 ટકા અને કોસ્ડેકમાં 0.35 ટકાનો વધારો થયો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ઘટાડો નોંધાયો.