ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
ફિલ્મોના શહેનશાહ અમિતાભ અને ક્રિકેટના બેતાજ બાદશાહ સચિન ક્રિકેટના રણમેદાનમાં એકસાથે જોવા મળ્યા

થાણેઃ શનિવારે અહીં દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ) નામની ક્રિકેટ ટૂર્નામેન્ટની બીજી સીઝનમાં માઝી મુંબઈ' તથા
શ્રીનગર કે વીર’ નામની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં મુંબઈની ટીમે ત્રણ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો.
આ ફાઇનલ વખતે બૉલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તથા ચાહકોમાં ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેન્ડુલકર તેમ જ અક્ષય કુમારનું મેદાન પર આવીને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું.
Also read: મહિલાઓની મૅચની છેલ્લી ત્રણ ઓવરમાં ત્રણ રનઆઉટની અપીલઃ થર્ડ અમ્પાયર વિવાદમાં
અમિતાભ-અક્ષય આ સ્પર્ધાની ફાઇનલની ટીમોના માલિકો છે, જ્યારે સચિન મુખ્ય કમિટીમાં છે. છ ટીમ વચ્ચેની આ સ્પર્ધા 20 દિવસ સુધી ચાલી હતી.

આ દિલધડક ફાઇનલમાં શ્રીનગરની ટીમે 120/5નો સ્કોર નોંધાવ્યો હતો જેમાં સાગર અલી તથા આકાશ તરેકર વચ્ચેની 108 રનની ઓપનિંગ પાર્ટનરશિપ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુંબઈની ટીમ વતી અભિષેક દાલ્હોરે બે વિકેટ સહિત સિરીઝમાં હાઇએસ્ટ કુલ 24 વિકેટ લીધી હતી. મુંબઈની ટીમે સાત વિકેટના ભોગે 121 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. કૅપ્ટન વિજય પાવલેએ ત્રણ સિક્સર સહિત નવ બૉલમાં બાવીસ રન ખડકી દીધા હતા.