શંકાસ્પદ ગૌરક્ષકોએ હુમલો કર્યાનો ભરવાડનો આરોપ: ગુનો દાખલ

જાલના: જાલના જિલ્લામાં ઢોરોને કતલ માટે લઇ જઇ રહ્યાનો આરોપ કરીને શંકાસ્પદ ગૌરક્ષકોએ હુમલો કર્યો હોવાનો આરોપ ભરવાડે કર્યો હતો, જેને પગલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ પ્રકરણે ચાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમણે જાંબાઝ કુરેશી પર હુમલો કર્યો હતો. કુરેશી એ સમયે દેઉલગાંવની માર્કેટમાંથી પાછો ફરી રહ્યો હતો.
કુરેશીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે બજરંગ દળ સાથે કથિત રીતે સંકળાયેલા ચાર શખસે તેને રસ્તામાં આંતર્યો હતો અને ઢોરોને કતલ માટે લઇ જઇ રહ્યાનો આરોપ કરીને તેના પર હુમલો કર્યો હતો, જેને તેને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો : જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત
કુરેશીની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. (પીટીઆઇ)