મનોરંજન

…તો જિંદગી મિલેગી દોબારા, ફરહાન અખ્તરે આપ્યા કંઈક આવા સંકેત


ત્રણ મિત્રોની સ્ટોરી બનાવવામાં ફરહાન અખ્તરની માસ્ટરી છે. દિલ ચાહતા હૈ બાદ તેની જિંદગી ન મિલેગી દોબારા પણ એટલી જ હીટ ગઈ હતી. હવે ફરહાન આ ફિલ્મની સિક્વલ બનાવે તેવી સંભાવના છે. ફરહાને સોશિયલ મીડિયા પર બહેન ઝોયાને સંબોધીને લખ્યું હતું કે બોયઝએ ફરી ટ્રીપ પર નીકળવું જોઈએ કે નહીં. ફરહાનની આ પૃચ્છાનો હૃતિક રોશન અને અભય દેઓલ બંનેએ પોઝિટવ રિપ્લાય પણ આપ્યો છે. તે પરથી આ ફિલ્મની સિકવલ બની રહી હોવાનું કન્ફર્મ થયું છે.
અખ્તરે આલિયા ભટ્ટ , પ્રિયંકા ચોપરા તથા કેટરિના કૈફને લઈને યુવતીઓ લેડીઝ ટ્રીપ પર નીકળે છે તેવી ‘જી લે જરા’ ફિલ્મ પ્લાન કરી હતી. પરંતુ, આ ફિલ્મ વિવિધ કારણોસર અટકી પડતાં હવે તેણે આ ફિલ્મ મૂળ જેના આઇડિયા પરથી પ્રેરિત હતી તે બોયઝ ટ્રીપવાળી ફિલ્મ ‘જિંદગી ન મિલેગી દોબારા’ની જ સિકવલ બનાવવાનું નક્કી કર્યું છે. સંધ્યા મૃદુલ તથા ઝોયાએ પણ પોતે આ ટ્રીપ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
ત્રણ મિત્રો સાથે ટ્રીપ પર નીકળે છે તેવી વાર્તા ધરાવતી આ ફિલ્મ ત્યારે હિટ થઈ હતી. તે પછી ફરહાન અખ્તરે આ જ વાર્તાનું લેડીઝ વર્ઝન ધરાવતી ‘જી લે જરા’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, હિરોઈનોની તારીખના વાંધા પડતાં આ ફિલ્મ અટકી પડી છે.
ફરહાને ‘જિંદગી ન મિલેગી દોબારા’ની સિકવલનો સંકેત આપ્યો તે પછી અનેક ચાહકોએ ‘જી લે જરા’નું શું થયું તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો. હવે જે હોય તે જો ફરી સારી વાર્તા સાથે ફિલ્મ બનશે તો ફિલ્મ ચલેગી દોબારા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button