મનોરંજન

જુવાનીના દિવસોમાં ગર્લ્સ કોલેજની બહાર આ કામ કરતાં હતા Amitabh Bachchan, ખુદ કબૂલ્યું કે…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 82 વર્ષની વયે પણ એટલા જ એનેર્જેટિક અને ઉત્સાહથી તરબતર જોવા મળે છે કે તેમની એનર્જી જોઈને આજના યુવાનો પણ શરમાઈ જાય. હાલમાં બિગ બી તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. આ શો પર બિગ બી કન્ટેસ્ટન્ટ સાથે પોતાની પર્સનલ લાઈફ વિશેની માહિતી શેર કરતાં હોય છે. આવા જ એક એપિસોડમાં બિગ બીએ પોતાના જુવાનીના દિવસોનું એક સિક્રેટ રિવીલ કર્યું છે, જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ સિક્રેટ-

કેબીસીના લેટેસ્ટ એપિસોડમાં જ અમિતાભ બચ્ચને પોતાના જુવાનીના દિવસોનો એક કિસ્સો હોટ સીટ પર બેસેલા કન્ટેસ્ટન્ટ સાથે શેર કર્યો હતો. બિગ બીએ જણાવ્યું હતું કે તેઓ મિત્રો પાસેથી સ્કુટર ઉધાર લઈને લેડીઝ કોલેજના ચક્કર કાપતા હતા. તેમણે આ વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આજે જે ઉંમરમાં યંગ લોકો પોતાનું સ્ટાર્ટ અપ વગેરે શરૂ કરી રહ્યા છે ત્યારે હું પણ સ્ટાર્ટ અપમાં જ વ્યસ્ત હતો. સ્કુટરને કિક મારવાનું સ્ટાર્ટ અપ.

આ પણ વાંચો: સ્પોટ લાઈટ : ‘અમિતાભની મા’ થવાનું સપનું સાકાર થવા પહેલાં જ રગદોળાઈ ગયું!

બિગ બીએ જણાવ્યું કે એ સમયે તેમની પાસે સ્કુટર નહોતું તો તેઓ કઈ રીતે મિત્રો પાસેથી સ્કુટર ઉધાર માંગીને લેડિઝ કોલેજના ચક્કર કાપતા હતા. તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે મિત્રો પાસેથી સ્કુટર તો મળી જતું હતું, પરંતુ એ સ્કુટર ખાસ કંઈ સારી કંડીશનમાં નહોતા. 10-15 કિક મારો ત્યારે તો આ સ્કુટર શરૂ થતા હતા. એક્સીલેરેટર ખરાબ હોવાથી હું એ સ્ટાર્ટ અપમાં વ્યસ્ત રહેતો હતો મારા જુવાનીના દિવસોમાં. વાયર દબાવવીને કિક મારવી, મોઝાથી એને ખેંચીને તો એ સ્કુટર શરૂ થતા હતા.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…

બિગ બીએ જણાવ્યું કે સ્કુટરવાળી આ ટ્રીકે જ તેમને રોટી, કપડાં અને મકાન ફિલ્મમાં અપનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ બિગ બી કેબીસીના એપિસોડમાં તેમના સ્કુલ ડેઝને યાદ કરીને કઈ રીતે તેઓ નૈનીતાલમાં ભણતા એ સમયે સ્કુલની બાઉન્ડ્રી વોલ કૂદીને બાજુમાં જ આવેલી ગર્લ્સ સ્કુલમાં છોકરીઓને જોવા પહોંચી જતા હતાં એ વિશે કેબીસીની 14મી સિઝનમાં જણાવ્યું હતું.

અહીંયા તમારી જાણ માટે કે બિગ બી 82 વર્ષની ઉંમરમાં પણ કેબીસી હોસ્ટ કરી રહ્યા છે. ફિલ્મની વાત કરીએ તો તેઓ છેલ્લી વખત ફિલ્મ કલ્કી એડી2898માં જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button