નેશનલ

તો શું પત્રકાર સૌમ્યા વિશ્વનાથનને આજે ન્યાય મળશે…

નવી દિલ્હી : 2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યાના કેસમાં સાકેત કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. સૌમ્યા વિશ્વનાથનની હત્યા થયાને 15 વર્ષ થઈ ગયા છે, દક્ષિણ દિલ્હીના નેલ્સન મંડેલા રોડ પર તેની કારમાંથી તેની લાશ મળી આવી હતી. બચાવ અને ફરિયાદ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ સાકેત કોર્ટે 13 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં તમામ આરોપીઓ સામે મકોકા હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. એડિશનલ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર પાંડેએ ખાસ નિર્દેશ આપ્યો હતો કે 18 ઓક્ટોબરે ચુકાદો સંભળાવવામાં આવે ત્યારે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત છે.

સૌમ્યા વિશ્વનાથન 30 સપ્ટેમ્બર 2008ના રોજ બપોરે 3.30 વાગ્યે પોતાની કારમાં ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન તેને ગોળી વાગી હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેની હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો. જેમાં પાંચ લોકો, રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તમામ આરોપીઓ માર્ચ 2009થી કસ્ટડીમાં છે. પોલીસે આરોપીઓ પર MCOCA પણ લગાવ્યો હતો.


2009માં આઈટી પ્રોફેશનલ જિગીશા ઘોષની હત્યામાં બલજીત મલિક અને અન્ય બે આરોપી રવિ કપૂર અને અમિત શુક્લાને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ત્યારે પોલીસે એવો દાવો કર્યો હતો કે વિશ્વનાથનની હત્યાનો મામલો જીગીશા ઘોષની હત્યામાં વપરાયેલ હથિયારની રિકવરી બાદ પ્રકાશમાં આવ્યો હતો. 2017માં નીચલી અદાલતે જિગીશા ઘોષ હત્યા કેસમાં કપૂર અને શુક્લાને મૃત્યુદંડ અને મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે પછીના વર્ષે જ હાઈકોર્ટે જિગીશા હત્યા કેસમાં કપૂર અને શુક્લાની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.


MCOCA હેઠળ કેસ નોંધવો એટલે કે જે લોકોએ આ ગુનો આચર્યો છે તે એક આખી ગેંગ છે અને તેઓ આ રીતે બીજા ઘણા અપરાધો કરી ચૂક્યા છે. તેનું ખાસ કારણ એ છે કે આ તમામ લોકો સામે અન્ય ઘણા કેસ પણ છે. એજલેજ તેમની સામે MACOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


જેમાં 2018માં જીગીશા ઘોષ હત્યા કેસ અને નદીમ હત્યા કેસમાં આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ સંગઠિત અપરાધના પુરાવા રજૂ કરવામાં વિલંબ થયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે 2002 અને 2009માં આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી ત્રણ એફઆઈઆર હેઠળના કેસના રેકોર્ડ હજુ સુધી શોધી શકાયા નથી. 2007માં થયેલા બે કેસની ચાર્જશીટ કોર્ટમાં આપવામાં આવી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું કે આ લોકો વિરુદ્ધ 8 FIRમાંથી માત્ર 3ની જ વિગતો મળી શકી છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપીઓએ આ કેસમાં પોતાના બચાવમાં કોઈ સાક્ષી કે પુરાવા રજૂ કર્યા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો