આમચી મુંબઈ

અડધી જનતા તો ઝૂંપડપટ્ટીમાં રહે છે, મુંબઈ સાંઘાઈ કે સિંગાપોર ક્યાંથી બને?

મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને સિંગાપુર બનાવવાના સપના તો ઘણા વર્ષોથી બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ જમીનની સ્તરે આ માટે કોઈ નક્કર પગલાં ઉઠાવવામાં આવ્યા નથી એવો બળાપો મુંબઈગરાઓએ વ્યક્ત કર્યો છે.

Also read : હવે દરિયાના મોજાથી પણ વીજળી ઉત્પન્ન થશે, જાણો સમગ્ર યોજના?

મુંબઈમાં SRA (સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી) ઝુપડપટ્ટીઓને દૂર કરવા માટે બધા પ્રયત્નો કરી રહી છે. ઝુપડીઓ પર નંબરો લખવામાં આવી રહ્યા છે, ડ્રોન સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, સેટેલાઈટ મેપિંગ પણ થઈ રહ્યું છે તેમ છતાં પણ આ SRA પ્રોજેક્ટ હજુ સુધી કાગળ પર જ રહ્યા છે અને શરૂ થઈ શક્યા નથી, જેને કારણે સાન્તાક્રુઝ અંધેરી અને વાંદ્રાના અનેક સ્થળોએ મોટાભાગના પ્રોજેક્ટ શરૂ થવાની રાહમાં પડ્યા છે.

આ પ્રોજેક્ટસ પર કામ ઝડપી બનાવવા માટે ઓથોરિટીએ તેના મુખ્યાલયમાં એક હેલ્પ ડેસ્ક બનાવ્યું છે અને સરકારના 100 દિવસના કાર્ય યોજના મુજબ દસ્તાવેજ સ્કેનિંગ પર પણ ભાર મૂક્યો છે. જોકે હાઉસિંગ નિષ્ણાતો આ યોજનાને રહેવાસીઓ સાથે કપટ ગણાવીને તેને ટીકા કરી રહ્યા છે

મુંબઈમાં 13,79,000 ઝુપડપટ્ટીઓનો બાયોમેટ્રિક સર્વે કરવામાં આવશે. તેમાંથી સાડા પાંચ લાખ ઝૂપડાઓનો સર્વે થઈ ગયો છે. મુંબઇમા લગભગ 65 લાખ લોકો ઝુપડપટ્ટીમાં રહે છે. 2011 પહેલાંની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોનું પુનર્વસન મફતમાં કરવામાં આવી રહ્યું હોવા છતાં પણ ઝુપડપટ્ટીના રહેવાસીઓને પૈસા ચૂકવ્યા પછી જ ઘરો પૂરા પાડવામાં આવી રહ્યા છે અને આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ ઘણા SRA પ્રોજેક્ટ પૂર્ણ થયા નથી અને કેટલાક પ્રોજેક્ટ તો હજુ સુધી શરૂ જ થયા નથી.

Also read : બીજાનાં વાકે દંડાતા સામાન્ય ખાતેદારોની આપવીતી આપણી પણ ઊંઘ હરામ કરી દે તેવી છે…

મહારાષ્ટ્ર સરકાર માત્ર વાતો કરે છે નક્કર કઈ કરી રહી નથી. આવી રીતે મુંબઈ ઝુપડપટ્ટી મુક્ત નહીં બની શકે એમ ઝુપડપટ્ટીના મુદ્દાઓના વિશેષ સંશોધન કરનાર પ્રભાકર નારકરે એક અહેવાલમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સરકારે SRA પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અથવા તો તેનું કામ ઝડપી બનાવવા માટે નીતિગત નિર્ણયોમાં ફેરફાર કરવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button