ટોપ ન્યૂઝભાવનગર

ભાવનગરની સિહોર GIDC ની રોલિંગ મિલમાં બ્લાસ્ટ: ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા…

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરની જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે.

Also read : કુદરતી ઘાસચારાની અછત વચ્ચે લખપતના માલધારીઓની પશુધન સાથે હિજરત શરૂ…

પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પહોંચી

ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ રાજુ વર્મા (રહે.યુપી), સંજયભાઈ ચૌહાણ (રહે.સિહોર) અને શિવમંગલમ (રહે.યુપી) કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

Also read : મોરબીમાં મજાક બની મોત! પૂંઠના ભાગે એર કમ્પ્રેશનની નળીથી હવા ભરી દેવાતા શ્રમિકનું મોત

સ્થાનિકોએ શું કહ્યું

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા માટે જરૂરી સલામતી સાધનો અને પ્રોટોકોલ્સનો અભાવ છે, જેના કારણે મોટેભાગે ગરીબ શ્રમિકોને આવી દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button