કેન્વાસ : શહીદ ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં!

-અભિમન્યુ મોદી
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મી ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સેલીમાં મઝાર્ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. (તેનો ઉચ્ચાર ‘મેઝેરેગ’ છે એટલે આપણે એ જ રીતે તેની અહીં જોડણી કરી છે..) ત્યાં આપણા વડા પ્રધાને પ્રથમ વિશ્વયુદ્ધમાં એમની સેવા બદલ યાદ કરવામાં આવેલા 900 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
આ સમાચાર પછી ઘણા ભારતીયોને આશ્ચર્ય થયું કે આપણા શહીદ સૈનિકોનું સ્મારક છેક ફ્રાન્સમાં?! તો ઇતિહાસનું આ અજાણ્યું પ્રકરણ ખોલીએ કે ઘણા બહાદુર ભારતીય સૈનિકો ફ્રાન્સ માટે લડ્યા હતા અને ફ્રાન્સ હજુ પણ તે શહીદ ભારતીય સૈનિકોને ભૂલ્યું નથી… આ પાછળનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે અને એક સજાગ ભારતીય નાગરિક તરીકે આપણે એ ઇતિહાસ જાણવો પણ જોઈએ.
ઑગસ્ટ 1914માં જ્યારે બ્રિટન પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ થયું ત્યારે ભારત તે સમયે બ્રિટિશ વસાહત હતું એટલે કે બ્રિટનનું ગુલામ રાષ્ટ્ર હતું. માલિકનો દુશ્મન તે ગુલામનો દુશ્મન એ અનુસાર ભારત પણ આપમેળે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું. 13 લાખથી વધુ ભારતીય સૈનિકોને વિશ્વભરનાં યુદ્ધક્ષેત્રોમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 1,38,000 સૈનિકો યુરોપમાં ને એમાં પણ ખાસ કરીને ફ્રાન્સ અને બેલ્જિયમમાં તહેનાત કરવામાં આવ્યા હતા.
આ સૈનિકો ભારતના વિવિધ ભાગમાંથી આવ્યા હતા, જેમાં પંજાબ, રાજસ્થાન, ગઢવાલ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પારકા દેશોની લડાઈમાં ભારતના સૈનિકો ગયા હતા તે વિચિત્ર વાત છે. હા, ભારતીય સૈનિકોને પગાર મળતો પણ જીવનું જોખમ પણ એટલું જ રહેતું. વતન પરત ફરી શકશે કે નહિ એ કોઈને ખ્યાલ ન હતો.
ભારતના ખુશ્કીદળની બે ઇન્ફ્રન્ટ્રી ડિવિઝન અને એક કેવેલરી બ્રિગેડને પશ્ચિમી મોરચા પર બ્રિટિશ અને ફ્રેન્ચ સૈન્યમાં જોડાવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સ્પોટ લાઈટઃ મને સવા શેર લોહી ચડ્યું…
સપ્ટેમ્બર 1914 સુધીમાં, ભારતીય સૈનિકો ફ્રાન્સ પહોંચી ગયા હતા. આપણા સૈનિકોને ખાસ તાલીમ આપવામાં આવી ન હતી. એક રીતે કહીએ તો ભારતીય સૈનિકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હતા. એમને આપવામાં આવેલાં શસ્ત્રો પણ પ્રાથમિક કક્ષાના જ હતાં. ઓક્ટોબર સુધીમાં આપણા સૈનિકોને ભીષણ યુદ્ધમાં સંપૂર્ણપણે સામેલ થવું પડ્યું હતું. તેમાંય બેલ્જિયમમાં મેસિન્સ રિજનું કુખ્યાત યુદ્ધ પણ સામેલ હતું.
ત્રીજી (લાહોર) અને સાતમી (મેરઠ) ડિવિઝન ધરાવતી ભારતીય કોર્પ્સે ભયંકર પરિસ્થિતિઓનો સામનો કર્યો. આમ વિશ્વયુદ્ધના ઇતિહાસની કેટલીક સૌથી ઘાતક લડાઈઓમાં આપણા સૈનિકો શામેલ હતા.
માર્ચ 1915માં ન્યુવ-ચેપલના યુદ્ધમાં, હુમલાખોર દળનો અડધોઅડધ ભાગ ભારતીય સૈનિકોનો હતો. એ બધા સેન્ટ જ્યોર્જ ચર્ચમાં પણ બહાદુરીથી લડ્યા. જુલિયન (એપ્રિલ 1915), ઓબર્સ રિજ (મે 1915), ફેસ્ટબર્ટ (મે 1915) અને લૂસ (સપ્ટેમ્બર 1915) ખાતેની ભીષણ લડાઈઓમાં હજારો ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા.
આ યુદ્ધકાળ દરમિયાન આપણા જવાનોએ ઝેરી તાપમાન, ભારે તોપમારો અને ગૅસના ટોક્સિક હુમલાઓ સહન કરવા પડતા હતા. ભારતના ગરમ વાતાવરણમાં રહેવા ટેવાયેલા સૈનિકો માટે આ તદ્દન અજાણ્યો અને વિકટ અનુભવ હતો. દવાદારૂ કે ખાધાખોરાકીનો પૂરતો પુરવઠો ક્યારેય મળતો નહિ એવા વિષમ પડકારો વચ્ચે ભારતના જવાનોએ અસાધારણ હિંમત દાખવી હતી..
પ્રથમ વિશ્વયુદ્ધના સૌથી પ્રખ્યાત ભારતીય સૈનિકોમાંના એક 39મી ગઢવાલ રાઇફલ્સના રાઇફલમેન ગોબર સિંહ નેગી હતા. ન્યુવ-ચેપલના યુદ્ધ દરમિયાન, જ્યારે એના સેનાપતિ મૃત્યુ પામ્યા, ત્યારે એણે કમાન સંભાળી અને દુશ્મનની ટ્રેન્ચ પર હુમલો કરવા માટે પોતાની આખી બ્રિગેડનું બહાદુરીપૂર્વક નેતૃત્વ કર્યું. દુ:ખની વાત છે કે, આ હુમલામાં તેમનું અવસાન થયું, પરંતુ એમને મરણોત્તર બ્રિટનના સર્વોચ્ચ લશ્કરી સન્માન એવા ‘વિક્ટોરિયા ક્રોસ’થી નવાજવામાં આવ્યા. એમનું નામ ફ્રાન્સના ન્યુવ-ચેપેલ મેમોરિયલ પર અંકિત થયેલું જોવા મળે છે.
બીજા એક ભુલાઈ ગયેલા નાયક મેજર પંડિત પ્યારેલાલ અટલ છે, જે 129મા ડ્યુક ઑફ કનોટમાં મેડિકલ ઑફિસર હતા. દુશ્મનના ભારે ગોળીબાર વચ્ચે ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે જાણીતા બન્યા હતા. દુશ્મનનો ગોળો એમની મેડિકલ પોસ્ટ પર ફાટતાં એ શહીદ થયા. એમની જવામર્દીનો ઉલ્લેખ મરણોત્તર ન્યુવ-ચેપલ મેમોરિયલ પર કરવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન માર્સેલી ફ્રાન્સમાં આવતા ભારતીય સૈનિકો માટે મુખ્ય મથક તરીકે સેવા આપતું હતું.
1914થી 1918ની વચ્ચે, ફ્રાન્સ અને બેલ્જિયમમાં 90,000થી વધુ ભારતીય સૈનિકો અને સહાયક કર્મચારીઓ