
મુંબઇ : ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને દેશના અર્થ તંત્રમાં સુસ્તી મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) સતત ચિંતિત છે. તેમજ પ્રબજારમાં રોકડની પ્રવાહિતાની સ્થિતિ જાળવવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. હાલમાં લોકોનો ખર્ચ ઘટી રહ્યો છે. જેના પલગે આરબીઆઈ આગામી સપ્તાહે નવી વ્યૂહ રચના અપનાવશે. જેમાં આરબીઆઈ માર્કેટમાં નાણાંનપ પ્રવાહ વધારવા માટે કાર્યરત છે . જેની માટે આરબીઆઇ બેંકિંગ સિસ્ટમ દ્વારા 40 હજાર કરોડનો રોકડ પ્રવાહ વધારશે. જેની માટે આરબીઆઈ રાજ્ય અને કેન્દ્ર સરકારીની સિક્યોરિટીઝ ખરીદીને બેંકિંગ સિસ્ટમમાં 40 હજાર કરોડ રૂપિયાની આ રકમ દાખલ કરશે. જેથી ફેબ્રુઆરી મહિનામાં જીએસટી અથવા ઇન્કમટેક્સ ભરવામાં નાણાકીય તંગીનો સામનો કરી રહેલા કરદાતાઓને મોટી રાહત મળશે.
બજારમાં રોકડનો પ્રવાહ વધી શકે
હાલ બજારમાં અનુભવાય રહેલા રોકડ સંકટ દૂર કરવા આરબીઆઇ બેંકોને નાણા પૂરા પાડશે. જેના પગલે બેંક મોટા ગ્રાહકોને સરળતાની લોન આપી શકે અને બજારમાં રોકડનો પ્રવાહ વધી શકે. રિઝર્વ બેંકે શરૂઆતમાં અર્થતંત્રમાં ફક્ત 20 હજાર કરોડ રૂપિયા નાખવાની જાહેરાત કરી હતી, પરંતુ અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધારીને 40 હજાર કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઠ અઠવાડિયાથી રોકડ પ્રવાહિતાની કટોકટી
બજારમાં સતત ઘટી રહેલી માગને વધારવા અને અર્થતંત્રને વેગ આપવા આરબીઆઇ આ પગલું ભરશે. ભારત સરકારના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અને રિઝર્વ બેંકની નાણાકીય નીતિને જોડીને અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવાના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતીય બજારમાં છેલ્લા આઠ અઠવાડિયાથી રોકડ પ્રવાહિતાની કટોકટી ચાલુ છે. જે 7 ફેબ્રુઆરીએ 1,33,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી.
આ પણ વાંચો…Jayalalithaa ની જપ્ત કરાયેલી સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપાઈ, સોનાની તલવાર અને મુકુટ પણ સામેલ…
સ્વેપ દ્વારા નાણાકીય વ્યવસ્થામાં રૂપિયા 1 લાખ કરોડથી વધુનું રોકાણ
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક દ્વારા પ્રવાહિતા વધારવા ગત અઠવાડિયે રેપો રેટમાં 25 પોઈન્ટનો ઘટાડો કર્યા હતો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ ખાતરી આપી હતી કે કેન્દ્રીય બેંક સતર્ક છે અને પ્રવાહિતાની સ્થિતિ જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં આરબીઆઇ એ બોન્ડ ખરીદીને અને ડોલર/રૂપિયાના સ્વેપ દ્વારા નાણાકીય વ્યવસ્થામાં રૂપિયા 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત 56 દિવસની રેપો ઓક્શન દ્વારા રૂપિયા 50,000 કરોડનું રોકાણ કર્યું છે.