મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની રોજની તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય કે માનવ મહેરામણ આ રીતે એક જ સ્થળે ધાર્મિક કાર્યક્રમ માટે ક્યારેય ઉભરાયું નહીં હોય. ભારત અને ચીનને બાદ કરીએ તો વિશ્વના દેશોની કુલ વસ્તી કરતા પણ વધારે લોકો છેલ્લા 35 દિવસમાં પ્રયાગરાજ પહોંચ્યા છે. એક અંદાજ પ્રમાણે 51 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભનો લાભ લીધો છે.
Also read : કુંભમેળાનો સમય લંબાવે સરકાર, જાણો કોણે કરી આવી માગ
સામાન્ય લોકો સાથે વીઆઈપી શ્રદ્ધાળુઓ પણ એટલા જ આવ્યા છે. દેશ વિદેશની સેલિબ્રિટીએ અહીં આવી સંગમમાં ડૂબકી લગાવી છે અને મહાકુંભનો લાભ લીધો છે. સ્થાનિક અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર લગભગ 4000 જેટલા વીઆઈપી અત્યાર સુધી સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.
અધિકારીઓ થયા પરેશાન
અમુક અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને સાંસદો કે અધિકારીઓના ફોન આવતા હતા અને તેમના સંબંધીઓ આવે છે તેમની માટે વીઆઈપી સેવાઓ ઉપલબ્ધ કરાવી આપવાનો આદેશ કરતા હતા, પરંતુ અમારી માટે દરેક વખતે શક્ય બનતું ન હતું. અમુક લોકો સમજતા હતા જ્યારે અમુક અમને ફોન પર ધમકાવી નાખતા હતા. એવા પણ લોકો છે જેમણે વીઆઈપી ન હોવા છતાં સેવાનો લાભ ઊઠાવ્યો છે.
Also read : મહાકુંભના નામે કંઈપણ કરે છે લોકોઃ આ જાહેરખબર થઈ રહી છે વાયરલ
વીઆઈપીઓ માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા, વોટરબૉટ, સંગમમાં ખાસ જગ્યાએ સ્નાન કરવાની વ્યવસ્થા અને ડોમની સુવિધા પૂરી પાડવામાં આવે છે.