કર્નાલા ફોર્ટમાં ટ્રેકિંગ પર ગયેલા પર્યટકો પર મધમાખીઓનો હુમલો, એકનું મૃત્યુ નવ જણ ઈજાગ્રસ્ત…

પનવેલઃ પનવેલ નજીક આવેલું કર્નાલા ફોર્ટ એ ટ્રેકર્સનું લોકપ્રિય ટ્રેકિંગ સ્પોટ છે અને મોટી સંખ્યામાં ટ્રેકર્સ અહીં ટ્રેકિંગ કરવા આવે છે. પરંતુ શનિવારે ટ્રેકિંગ લવર્સ માટે આ ટ્રેકિંગ જીવલેણ સાબિત થયું હતું.
મળતી માહિતી મુજબ કર્નાલા ફોર્ટ પર 40થી 50 પર્યટકો પર મધમાખીઓએ હુમલો કર્યો હતો, જેમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય નવ જણને ઈજા પહોંચી હોઈ પાંચ જણની સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ કર્નાળા ફોર્ટ ખાતે ટ્રેકિંગ માટે આવેલા વિદ્યાર્થીઓ અને અન્ય પર્યટકો પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. મધમાખીઓના હુમલામાં 9 જણને ઈજા પહોંચી છે. આ નવમાંથી પાંચની સ્થિતિ ગંભીર છે. દરમિયાન એક પર્યટનું મૃત્યુ થયું હોવાની માહિતી પણ સામે આવી રહી છે. મૃત્યુ પામેલા પર્યટકની ઓળખ સંદીપ પૂરોહિત તરીકે કરવામાં આવી છે.
આપણ વાંચો: લગ્ન સમારંભમાં મધમાખીઓએ કર્યો હુમલો ને પછી…..
માટુંગાની વીજેટીઆઈ કોલેજના 6 વિદ્યાર્થી અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ મળીને કુલ 40થી 50 જણનું એક ગ્રુપ ટ્રેકિંગ માટે પનવેલ નજીક આવેલા કર્નાલા ફોર્ટ પહોંચ્યું હતું.
કિલ્લા પર થયેલાં ઘોંઘાટને કારણે છંછેડાયેલી માખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. આ અણધાર્યા હુમલાથી ગભરાઈને પર્યટકો અહીંયા ત્યાં ભાગવા લાગ્યા હતા જેમાં નવ જણને ઈજા પહોંચી હોવાની અને એક જણનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: પુણેમાં ગણપતી વિસર્જન વખતે મધમાખીઓનો હુમલો: 150થી વધુ શ્રદ્ધાંળુઓ જખમી, નાના બાળકોનો પણ સમાવેશ
ઘટનાની જાણ થતાં આસપાસના ગામવાસીઓએ અન્ય પર્યટકોની મદદે આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા. ટ્રેકિંગ પર જતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. મધમાખીઓ દ્વારા થતાં હુમલાથી બચવા માટે ટ્રેકિંગ પર જતી વખતે પરફ્યુમ, અત્તર કે ડિઓડરન્ટ લગાવવું નહીં. આને કારણે મધમાખીઓ આક્રમક બને છે.
આ સિવાય હુમલો થાય ત્યારે ભાગભાગ કરવાને બદલે શાંતિથી એમાંથી કઈ રીતે બહાર આવી શકાય એ વિશે વિચાર કરવો જોઈએ. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે ટ્રેકિંગ પર જતી વખતે પ્રાણી, પક્ષી કે જીવ જંતુઓને ત્રાસ ના થાય એનું ખાસ ધ્યાન રાખો.