વાદળો તો ઘેરાયા કરશે, વ્યક્તિગત સંબંધો સાચવીએ: રોહિત પવારની માતાએ ફેસબૂક પોસ્ટ દ્વારા અજિત પવારના પત્નીને આપી જન્મ દિવસની શુભેચ્છા
પુણા: અજિત પવાર ભાજપ સાથે હાથ મેળવી સત્તામાં સામેલ થયા. કાકા શરદ પવાર સાથે પોતાને રાજકીય મતભેદો હશે છતાં મનભેદ નથી તેવું અજિત પવાર વાંરવાર કહેતા હોય છે. બીડી બાજુ શરદ પવારના પૌત્ર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુવા બ્રિગેડનું નેતૃત્વ કરનારા વિધાનસભ્ય રોહિત પવારે પણ અજિત દાદાના વિરોધમાં આક્ષેપોની હારમાળા બિછાવી છે. ત્યારે પવાર પરિવારમાં મનભેદ હોવાની ચર્ચા અંદરખાને ચાલી રહી છે.
તેમ છતાં પવાર પરિવામાં પારિવારીક સંબંધોની ઘડિયાળ વ્યવસ્થિત છે એમ બતાવવાનો સતત પ્રયત્ન થઇ રહ્યો છે. ત્યારે હાલમાં જ રોહિત પવારના માતાએ વાદળો તો ઘેરાયા કરશે, વ્યક્તિગત સંબંધો સાચવણી એમ કહી અજિત દાદાના પત્નીને ફેસબૂક પોસ્ટ દ્વારા જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.
પરિવારમાં મનભેદ હોવાના સમાચારો અને ચર્ચાને કારણે રોહિત પવારના માતા સુનંદા પવારે તેમની દેરાણી એટલે કે અજિત પવારના પત્ની સુનેત્રા પવારને જન્મ દિવસ નિમિત્તે જાહેરમાં શુભેચ્છા પાઠવી છે.
રાજકીય પરિવારની આ બે પુત્રવધુઓ એક તરફ સુનંદા પવાર સામાજીક ક્ષેત્રે કાર્ય કરી રહ્યાં છે, જ્યારે સુનેત્રા પવાર રાજકારણમાં સક્રિય ન હોવા છતાં બંને રાજકીય પરિવારોને જોડનારી મહત્વની કડી છે. રાજકારણમાં પડદાંની પાછળ રહેનારા સુનંદા પવારે સુનેત્રા પવારને જન્મ દિવસની શુભકામનાઓ આપતાં પવાર પરીવારમાં બધુ જ સારું ચાલી રહ્યું હોવાનું ચિત્ર ઊભું કર્યું છે.
સુનેત્રા પવારનો આજે 60મો જન્મ દિવસ છે. તેથી અનેકજણ તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. એમાં જેઠાણી સુનંદા પવાર દ્વારા ફેસબૂક પર કરવામાં આવેલ પોસ્ટ અને જન્મ દિવસની શુભકામનાઓ હાલામં ચર્ચાનો વિષય બની છે.
સુનંદા પવારે ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે, મારી સાસરી અને પીયર બંને અહી જ છે. તમે મરાઠવાડાના. ઘણી સ્રીઓને સાસરી પક્ષની પદ્ધત્તીઓ સિખવી પડે છે. એવું આપણે પણ કર્યું છે. ઘણાં પ્રસંગો, તહેવારો સાથે અનુભવ્યા અને ઉજવ્યા છે. આપડે રાજકીય પરીવારમાં છીએ તેથી ચાઢાવ-ઉતાર આવતાં રહેશે મતભેદોના વાદળો ગેરાયેલા રહેશે તેમ છતાં આપડે આપડા વ્યક્તીગત સંબંધો સાચવતા રહીએ. સુનેત્રા તમને 60માં જન્મ દિવસની મનથી શુભેચ્છા.