બિલાડી ક્રિકેટના મેદાનમાં લટાર મારવા નીકળી અને મેચ રોકવી પડી; જાણો શું છે ઘટના…

કરાચી: 19 જાન્યુઆરીથી પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થવા જઈ રહી છે. એ પહેલા પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે ત્રિકોણીય ODI સિરીઝ (Tri nation series on Pakistan) રમાઈ હતી. આ ટ્રાઈ સિરીઝની ફાઈનલ મેચે ગઈ કાલે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ દરમિયાન, એક કાળી બિલાડી મેદાનમાં લટાર મારવા નીકળી હતી જેને કારણે મેચ રોકવી (Black Cat on Cricket ground) પડી.
Also read : ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં જ પાકિસ્તાનની ફજેતી, ક્રિકેટ ક્રેઝીઓ સ્ટેડિયમની દીવાલ પર ચડી ગયા!
પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 242 રન બનાવ્યા હતાં, ન્યુઝીલેન્ડ 243 રન ચેઝ કરી રહ્યું હતું એ દરમિયાન દરમિયાન કાળી બિલાડી મેદાન પર આવી ગઈ હતી. બિલાડી મેદાનમાં દોડી ગઈ અને પીચની નજીક આવી ગઈ. મિડ-ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા શાહીન શાહ આફ્રિદીને બિલાડી દેખાઈ ત્યારે તેને ભગાડવા આગળ વધ્યો, આફ્રિદીએ માંડ થોડા પગલાં ભર્યા ત્યાં બિલાડીએ પોતાની જાતે બહાર નીકળવાનો નિર્ણય લીધો અને થોડીવાર બાદ મેદાનની બહાર ચાલી ગઈ હતી અને મેચ ફરી શરૂ થઈ.
અગાઉ મેચમાં પાકિસ્તાનની બેટિંગ વખતે પણ બિલાડી મેદાન પર આવી ગઈ હતી. આ દરમિયાન એક બાજ બિલાડી પર તારાપ મારી ભગાડતો દેખાયો હતો.
મેદાનમાં ફરી રહેલી કાળી બિલાડીનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના ઓફિશિયલ X હેન્ડલ પર શેર કર્યો છે. આ વિડીયોના કેપ્શનમાં PCB લખ્યું કે, “ક્રિકેટનો આનંદ માણવા બિલાડી મેદાનમાં આવી ગઈ.” વિડીયોમાં કાળી બિલાડી ફિલ્ડના એક છેડાથી બીજા છેડા તરફ ફરતી જોઈ શકાય છે.
Also read : ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…
ટ્રાઈ સિરીઝની ફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમ 242 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 243 રન કરી જીત મેળવી હતી.