નેશનલ

…તો અડધા ધારાસભ્યો ચાલ્યા ગયા હોત, ગહેલોતે આવું કેમ કહ્યું?


ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કર્યા બાદથી રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પીએમ મોદી અને અમિત શાહ સામે તેમની સરકાર પાડી દેવા માટે કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે જો મારી પાસે લોકોનું સમર્થન ન હોત તો મારા અડધા ધારાસભ્યો મને છોડી ચાલ્યા ગયા હોત.
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન રાજકીય ચર્ચાનો હિસ્સો એટલા માટે નથી બન્યો કેમ કે અમિત શાહ, ગજેન્દ્ર શેખાવતે અમારી સરકાર પાડી દેવાના ઘણાં પ્રયાસો કર્યા. તેમણે મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં સરકાર પાડી દીધા બાદ અહીં પણ સરકાર પાડી દેવાનો પ્રયાસ કર્યો પણ લોકોના આશીર્વાદ અમારી સાથે છે.
સીએમ ગેહલોતે કહ્યું કે ટિકિટ આપતી વખતે ઉમેદવારોની જીતવાની ક્ષમતાને પણ જોવાશે. તેમણે કહ્યું કે સ્થાનિક સ્તરે પ્રજાનું કામ તો વર્તમાન ધારાસભ્યોના માધ્યમથી જ થયું છે તો તેમને કેવી રીતે ટિકિટની ના પાડી શકાય? તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો ભ્રષ્ટ હોવાની અફવાઓ ભાજપ અને આરએસએસએ ફેલાવી છે. જો લોકતંત્ર બચાવવું હોય તો કોંગ્રેસને ફરી સત્તામાં લાવવી પડશે.
રાજ્સ્થાનમાં ચૂંટણીની તારીખો આવી ગઈ છે અને હવે બન્ન પક્ષ જંગ જીતવા મરણીયા પ્રયાસો કરે છે ત્યારે આવા આક્ષેપો થતાં રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button