નેશનલ

Vande Bharat ના 6 વર્ષની આવી રહી સફર, હાલ દેશમાં દોડે છે 136 ટ્રેન…

નવી દિલ્હીઃ વંદે ભારત આજના સમયમાં દેશની સૌથી લોકપ્રિય ટ્રેન બની ગઈ છે. હાલમાં દેશભરમાં 100થી વધુ રૂટ પર 136 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હીથી વારાણસી માટે પહેલી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવી હતી, ત્યારે કોઈએ વિચાર્યું ન હોત કે આવનારા દિવસોમાં આ ટ્રેન મુસાફરોની પહેલી પસંદગી બની જશે.

Also read : Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?

આજે વંદે ભારતના 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

Governance Now

15 ફેબ્રુઆરી, 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ પ્રયાગરાજ થઈને દિલ્હીથી વારાણસી સુધી વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી પ્રયાગરાજ 6.33 કલાકમાં અને દિલ્હીથી વારાણસી 8 કલાકમાં મુસાફરી કરે છે. વંદે ભારત એક્સપ્રેસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ઉત્તર મધ્ય રેલવેની પ્રથમ ટ્રેન હતી.

રેકોર્ડ સમયમાં તૈયાર

વંદે ભારત ટ્રેન દોડાવવાનો વિચાર 2018માં આવ્યો હતો અને વિક્રમજનક 180 દિવસમાં એન્જિન વિનાની વંદે ભારત એક્સપ્રેસ બોગીઓ સહિત 180 દિવસમાં તૈયાર થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન તૈયાર કરવાનો ખર્ચ વિદેશોમાં તૈયાર થતી ટ્રેનો કરતાં 40 ટકા ઓછો છે. હાલમાં દેશમાં 136 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે, જેમાં 8 ડબ્બા અને 20 ડબ્બા સામેલ છે.

એન્જિનની તસવીરો વાઇરલ થઈ

ઘણી વખત વંદે ભારતના એન્જિનને નુકસાન (આગળનો ભાગ તૂટ્યો) ની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. ભારતીય રેલવેના અધિકારીઓએ આગળ આવીને સમજાવવું પડ્યું હતું કે વંદે ભારતની રચના એવી રીતે કરવામાં આવી છે કે જો કોઈ પ્રાણી તેની સાથે અથડાય તો ઓછામાં ઓછું નુકસાન થાય. આ કારણે વંદે ભારતના એન્જિનનો નીચેનો ભાગ નબળો બનાવવામાં આવ્યો છે.

Also read : Vande Bharat Sleeper Train નો પહેલો ટ્રાયલ હાથ ધરાયો

રિ શિડ્યૂલ અંગે પણ ચર્ચા

શિયાળાની ઋતુમાં વંદે ભારત એક્સપ્રેસના રિ શિડ્યૂલ અંગે ચર્ચા ચાલી રહી હતી. હકીકતમાં, પેસેન્જરને આશા હતી કે કવચ સિસ્ટમ પછી શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે વંદે ભારત એક્સપ્રેસમાં વિલંબ નહીં થાય, પરંતુ આવું ન થયું અને ઘણી ટ્રેનોને વંદે ભારત માટે ફરીથી રિશિડ્યૂલ કરવી પડી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button