Champions Trophy: ‘આ T20 નથી, નાની એવી પાર્ટી નથી’ અર્શદીપની બોલિંગ પર કોણે સવાલ ઉઠાવ્યા?

મુંબઈ: 19 ફેબ્રુઆરીથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત (ICC Champions Trophy 2025) થવાની છે, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં તેની પહેલી મેચ બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં રમશે. આ ટુર્નામેન્ટ શરુ થાય એ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો (Indian Cricket Team) લાગ્યો હતો, જેમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો હતો.
Also read : ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…
બુમરાહને બદલે આ મહિનાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં વનડે ડેબ્યૂ કરનાર હર્ષિત રાણા(Harshit Rana)ને સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે અર્શદીપ સિંહે (Arshdeep Singh) અત્યાર સુધી ફક્ત નવ વનડે રમી છે, અને જ્યારે મોહમ્મદ શમી ઈજાઓને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી એક વર્ષ કરતાં વધુ સમય દૂર રહ્યા બાદ હજુ હમણા જ ટીમમાં પાછો ફર્યો હતો. એવામાં ભારતીય ટીમના બોલર્સ પ્રમાણમાં ઓછા અનુભવી છે.

એવામાં ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને હાલમાં કોમેન્ટેટર ડેવિડ ‘બમ્બલ’ લોયડે (David ‘Bumble’ Lloyd) અર્શદીપ સિંહને સલાહ આપી છે. તેમણે પચાસ ઓવરના ફોર્મેટમાં અર્શદીપની વિશ્વસનીયતા પર પણ શંકા વ્યક્ત કરી. તેમણે બુમરાહની ગેરહાજરીથી ભારતીય ટીમને થઇ શકતી અસરો વિશે પણ વાત કરી.
લોયડે કહ્યું કે ભારતીય ટીમને બુમરાહ ખોટ સાલશે. તેમણે કહું “એ હકીકત છે કે વિશ્વનો બેસ્ટ બોલર નથી રમી રહ્યો, માટે ભારતીય ટીમને મોટી સમસ્યા થશે.”
અર્શદીપ સામે પડકાર:
લોયડે કહ્યું કે ODI માં બોલિંગ અટેકને લીડ કરવું એ અર્શદીપ માટે પડકારજનક હશે, આ T20 ફોર્મેટ જેવું નથી, જેમાં અર્શદીપ નિયમિત રમે છે. આ T20 નથી, આ કોઈ નાની એવી પાર્ટી નથી, તમારે ફરી ફરીને બોલિંગ કરવા આવવું પડશે, જેના માટે તે ટેવાયેલો નથી. જોઈએ કે તે કેવું પ્રદર્શન કરે છે.
અર્શદીપે નવ વનડેમાં 14 વિકેટ લીધી છે, પરંતુ ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ સામેની સિરીઝની છેલ્લી મેચમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડના બંને ઓપનરો બેન ડકેટ અને ફિલ સોલ્ટને આઉટ કરીને ભારતને મજબુત પકડ અપાવી હતી.
Also read : Champions Trophy: કેવિન પીટરસને કેએલ રાહુલ અંગે ગંભીરને આપી સલાહ; પ્લેઇંગ-11ની પસંદગી પણ કરી
ગયા વર્ષે ભારતની T20 વર્લ્ડ કપ જીતમાં બુમરાહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેણે 8 મેચમાં 4.17 ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી. ગયા મહિને સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની પાંચમી અને અંતિમ મેચ દરમિયાન તેને કમરમાં દુખાવો થયો હતો, ત્યારથી તે ટીમની બહાર છે.