ઇન્ટરનેશનલ

‘X’ લાઈક, રિપ્લાય અને રીપોસ્ટ માટે પણ સબસ્ક્રિપ્શન ચાર્જ વસુલશે

ઈલોન મસ્કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(અગાઉ ટ્વિટર)ની કમાન સાંભળ્યા બાદ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ, પ્લેટફોર્મનું નામ ટ્વિટરથી બદલીને X કરવામાં આવ્યું હતું અને હવે એક નવું સબસ્ક્રિપ્શન મોડલ બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત મૂળભૂત સુવિધાઓ માટે એક ડોલરની વાર્ષિક ફી લાગુ કરવામાં આવશે.

એક્સના નવા સબસ્ક્રિપ્શન મોડલને ‘નોટ અ બોટ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં અન્યના એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટને લાઈક કરવા, રીપ્લાઈ કરવા અથવા રી-પોસ્ટ કરવા માટે યુઝર પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. આ નવા સબ્સ્ક્રિપ્શન મોડલનો હેતુ બૉટ અને સ્પામરને ખતમ કરવાનો છે. ઈલોન મસ્ક માટે બોટ્સ વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.
સબ્સ્ક્રિપ્શન ફી દરેક દેશના વિનિમય દરના આધારે નક્કી કરવામાં આવશે. એકવાર નવું સબ્સ્ક્રિપ્શન મોડલ લાગુ થઈ ગયા પછી હાલના વિનિમય દરમુજબ ભારતમાં વપરાશકર્તાઓએ સબસ્ક્રિપ્શન ફી તરીકે રૂ.83.23 ચૂકવવા પડશે. આ સિવાય ચીનના યુઝર્સને 7.30 યુઆન, જાપાનના યુઝર્સને 149.68 યેન અને રશિયાના યુઝર્સને 97.52 રુબેલ્સ સબસ્ક્રિપ્શન ફી તરીકે ચૂકવવા પડશે.

એક્સે કહ્યું કે નવા મોડલને પહેલા ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં લાગુ કરવામાં આવશે. આ પરીક્ષણમાં, વર્તમાન યુઝર્સને અસર થશે નહીં, પરંતુ નવા યુઝર્સ કે જેઓ સબ્સ્ક્રાઇબ કરવા માંગતા નથી તેઓ ફક્ત પોસ્ટ અથવા વિડિઓ જોઈ શકશે અને એકાઉન્ટને ફોલો કરી શકશે પણ લાઈક કે રીપોસ્ટ કરી શકશે નહિ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button