PM Modi-Donald Trump વચ્ચેની બેઠક મુદ્દે ચીનને લાગ્યા મરચા, કહ્યું જોજો ત્રીજાને…
![china reacts to modi trump meeting](/wp-content/uploads/2025/02/china-modi-trump-meeting.webp)
બીજિંગ/વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક અંગે દુનિયાના દેશની પ્રતિક્રિયાઓ મળી રહી છે, જેમાં ચીને નિવેદન આપ્યું છે. આજે ચીને જણાવ્યું હતું કે દ્વિપક્ષીય સહયોગમાં ચીનનો મુદ્દો બનાવવો જોઈએ નહીં અને એના માટે ત્રીજા દેશના હિતોનું પણ નુકસાન થવું જોઈએ નહીં.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
એ બાબત શાંતિ, સમૃદ્ધિ માટે અનુકૂળ હોવી જોઈએ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત અંગે એશિયા-પ્રશાંતના શાંતિપૂર્ણ વિકાસનું કેન્દ્ર છે નહીં કે જિયો-પોલિટિક્સના યુદ્ધનું. અહીં એ જણાવવાનું કે પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચે મજબૂત સંરક્ષણ કરાર કરવામાં આવ્યા છે. એના સંદર્ભમાં એક સવાલના જવાબમાં ગુઓએ કહ્યું હતું કે દેશોની વચ્ચેના સંબંધો અને સહયોગમાં ચીનને મુદ્દો બનાવવો જોઈએ નહીં અથવા અન્યના હિતોને નુકસાન થાય નહીં એનું પણ ધ્યાન રાખવું. તેમણે કહ્યું કે એ બાબત શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અનુકૂળ હોવી જોઈએ.
મોદીએ ‘એમઆઇજીએ’ આપ્યો નવો મંત્ર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જાણીતા સૂત્ર ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (એમએજીએ) પરથી ‘મેક ઇન ઇન્ડિયા ગ્રેટ અગેઇન’ (એમઆઇજીએ) નવો એક મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બંન્ને દ્રષ્ટિકોણ સાથે મળીને સમૃદ્ધિ માટે “એમઇજીએ” ભાગીદારી બનાવે છે. સાથે જ દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું. બંને નેતાઓએ અહીં મુખ્યત્વે સંરક્ષણ, ઉર્જા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય ભાગીદારીને વિસ્તૃત કરવા માટે એક નવું માળખું બનાવવા અંગે ચર્ચા કરી હતી.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, “અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદર્શ સૂત્ર ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’(અમેરિકાને ફરીથી મહાન બનાવીએ) એટલે કે ‘એમએજીએ’ થી તમામ લોકો પરિચિત છે. ભારતના લોકો વારસા અને વિકાસની રાહ પર ‘વિકસિત ભારત 2047’ ના સંકલ્પ સાથે ઝડપી ગતિએ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે.
Also read : પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ અંગે થરુરે ખુશી વ્યક્ત કરીને શું કહ્યું, જાણો?
ટ્રમ્પની હાજરીમાં એમઆઈજીએનો ઉલ્લેખ
જો હું અમેરિકાની ભાષામાં કહું તો વિકસિત ભારતનો અર્થ ‘મેક ઇન ઇન્ડિયા ગ્રેટ અગેઇન’ (ભારતને ફરીથી મહાન બનાવીએ) એટલે કે ‘એમઆઇજીએ’ થાય છે.” જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સાથે મળીને કામ કરે છે એટલે કે એમએજીએ અને એમઆઇજીએ સમૃદ્ધિ માટે “એમઇજીએ” ભાગીદારી બનાવે છે અને આ “એમઇજીએ” ભાવના આપણા લક્ષ્યોને નવો આકાર અને અવકાશ આપે છે. જ્યારે બંન્ને નેતાઓ વચ્ચેની વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો પછી મીડિયાને સંબોધન કર્યું ત્યારે પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં ‘એમઆઇજીએ’નો ઉલ્લેખ કર્યો હતો. ઓવલ ઓફિસમાં તેમની મુલાકાત દરમિયાન ટ્રમ્પે હાથ મિલાવીને અને ગળે લગાવીને વડા પ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ટ્રમ્પે મોદીને ગણાવ્યા શાનદાર મિત્ર
તેમણે કહ્યું હતું કે, “અમે તમને ખૂબ યાદ કર્યા.” તેમણે પીએમ મોદીને “એક શાનદાર મિત્ર” અને “એક અદભૂત વ્યક્તિ” પણ કહ્યા હતા. પોતાના ભાષણમાં વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપ્યા અને વ્હાઇટ હાઉસમાં અમેરિકન નેતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા સંબંધોના વધતા વ્યાપને યાદ કર્યો હતો.
Also read : મોદી-ટ્રમ્પની મુલાકાત માત્ર પ્રતીકાત્મક હતી! બેઠક અંગે ગ્લોબલ મીડિયાએ આપ્યા આવા પ્રતિભાવો…
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં થશે વિકાસ
પીએમ મોદીએ કહ્યું, “મને દ્રઢ વિશ્વાસ છે કે તમારા બીજા કાર્યકાળમાં આપણે વધુ ઝડપી ગતિએ કામ કરીશું.” વડા પ્રધાને એમ પણ ઉલ્લેખ કર્યો કે જેમ ટ્રમ્પ “અમેરિકાના રાષ્ટ્રીય હિતને દરેક વસ્તુથી ઉપર રાખે છે”, તેવી જ રીતે “હું પણ ભારતના રાષ્ટ્રીય હિતને દરેક વસ્તુથી ઉપર રાખીશ.