બોલીવૂડની આ જાણીતી એક્ટ્રેસની મિમીક્રી કરી મોનાલિસાએ, યુઝર્સે કહ્યું ભાઈસાબ…
![Mahakumbh sensation Monalisa mimics Kareena Kapoor](/wp-content/uploads/2025/02/Mahakumbh-sensation-Monalisa-mimics-Kareena-Kapoor.jpg)
મહાકુંભનું સમાપન થવા જઈ રહ્યું છે, પરંતુ જો તમને યાદ હોય તો આ જ મહાકુંભમાં એક ભૂરી આંખોવાળી મોનાલિસા રૂદ્રાક્ષની માળાઓ વેચવા તેના પરિવાર સાથે આવી હતી અને રાતોરાત તે સોશિયલ મીડિયા પર સેન્સેશન બનીને છવાઈ ગઈ હતી. જોકે, બાદમાં આ ફેમથી કંટાળેલી મોનાલિસા અડધેથી કુંભ છોડીને પોતાના ઘરે પાછી ફરી હતી અને એવા અહેવાલો આવી રહ્યા હતા કે તેને ફિલ્મ ઓફર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ મોનાલિસાની ફેનફોલોઈંગમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: મહાકુંભની મોનાલિસાની તકદીર આડેથી પાંદડું હટ્યું, મળી બોલિવૂડ ફિલ્મ
જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર મોનાલિસાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂરની મિમીક્રી કરતી જોવા મળી છે. આ વીડિયો પર નેટિઝન્સ જાત જાતના રિએક્શન આપી રહ્યા છે. તમે પણ ના જોયો હોય આ વાઈરલ વીડિયો તો અત્યારે જ જોઈ લો-
![](/wp-content/uploads/2025/02/Monalisa-comedy.webp)
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં મોનાલિસા ફિલ્મ જબ વી મેટનો એક સીન રિક્રિયેટ કરતી જોવા મળી રહી છે. બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટેડ સ્કર્ટ પહેરીની મોનાલિસા કરિના કપૂરનો ચાલુ ટ્રેનમાં ચડતાં સમયનો સીન રિક્રિયેટ કરી રહી છે. આ વીડિયોની કેપ્શનમાં મોનાલિસાએ લખ્યું છે કે મારી એક્ટિંગ ક્લાસમાં મહેન્દ્ર લોધી સર સાથે. કોશિશ કરી રહી છું, એક્ટિંગ શિખીને જ રહીશ.
આ પણ વાંચો: કોણ છે મોનાલિસા? જેની સાથે સેલ્ફી ક્લિક કરવા MahaKumbh-2025માં લાગી રહી છે લાઈન…
મોનાલિસાનો આ વીડિયો રાતોરાત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો અને નેટિઝન્સ તેના પર જાત જાતના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે એક્ટિંગ કરી રહી છે કે મજાક. બીજા એક યુઝરે લખ્યું હતું કે ગીતનો તો આણે દાટ વાળી દીધો ભાઈસાબ. ત્રીજા એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે આના બસની નથી એક્ટિંગ ભાઈસાબ..
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસા ભોસલેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે અને આ વીડિયોને પણ અત્યાર સુધીમાં 1.30 લાખ લોકોએ જોઈ લીધો છે.