!["PM Modi addressing US media at a press conference, emphasizing his readiness to bring back illegal migrants."](/wp-content/uploads/2025/02/pm-modi-illegal-migrants-us-presser.webp)
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે, ગઈ કાલે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી (Modi Trump Meeting) હતી. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, ટેરિફ અને સંરક્ષણ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારત ટેરિફ લાદવાની ધમકી આપી હતી, પરંતુ બંને નેતાઓએ વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી હતી, જેનાથી બંને પક્ષો તરફથી કેટલીક છૂટછાટો મળે તેવી આશા છે.
બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના કરતાં “ઘણા સારા વાટાઘાટકાર” છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના “MAGA” સૂત્રની માફક ભારત માટે “મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન”નો ઉલ્લેખ કર્યો. બંને નેતાઓ વચ્ચેની બેઠકે ગ્લોબલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.
વેપાર અને આર્થિક સંબંધો:
ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 બિલિયન કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. બંને વચ્ચે AI, સેમિકન્ડક્ટર અને મિનરલ્સ જેવા મુખ્ય ક્ષેત્રો અંગે ચર્ચા થઇ હતી.
જો કે, ન્યુઝ એજન્સી એસોસિએટેડ પ્રેસે ભારતના ઈમ્પોર્ટ ડ્યુટીની ટ્રમ્પે કરેલી ટીકા પર ભાર મુક્યો હતો. ટ્રમ્પે ભારતની ઈમ્પોર્ટ ડ્યુટીને “ખૂબ જ અન્યાયી” ગણાવી અને રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ચેતવણી આપી હતી.
સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી:
ફાઇનાન્સિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે અમેરિકા ભારત સાથે લશ્કરી સંબંધોને મજબૂત બનાવવા માંગે છે, જેમાં 10-વર્ષીય ડિફેન્સ કોઓપરેશન પ્લાન હેઠળ F-35 ફાઇટર જેટના વેચાણનો સમાવેશ થાય છે. આ પગલું ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાની અમેરિકાનની વ્યૂહરચનાનો એક ભાગ છે.
ઇમિગ્રેશન અને માનવ અધિકારો:
રોઇટર્સના અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે ભારત અમેરિકામાં ગેરકાયદે રહેતા તેના નાગરિકોને પાછા લેવા તૈયાર છે અને હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કને તોડી પાડવા માટે સંયુક્ત પ્રયાસો કરશે.
નોંધનીય છે કે, બંને નેતાઓએ માઈનોરીટી રાઈટ્સ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળ્યું હતું, જેના કારણે કેટલાક સંગઠનો તરફથી બંને નેતાઓની કેટલીક ટીકા થઈ હતી.
ભારત અમેરિકાથી તેલની આયાત વધારશે:
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે ભારત બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલનને ઘટાડવા અને સંભવિત રેસીપ્રોકલ ટેરિફ ટાળવા માટે અમેરિકાથી ઓઈલ અને ગેસની આયાત વધારશે.
આ બેઠક પર ગ્લોબલ મીડિયાનું મંતવ્ય:
BBCએ અહેવાલ આપ્યો છે કે આ બેઠક મોટે ભાગે પ્રતીકાત્મક હતી, જેમાં વેપાર વિવાદો પર બહુ ઓછી ચર્ચા થઈ હતી.
Al Jazeera માનવ અધિકારોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, લોકશાહી મૂલ્યો અને પ્રેસ સ્વતંત્રતા પર ચર્ચાઓને ટાળવા બદલ બંને નેતાઓની ટીકા કરી.
ન્યુઝ એજન્સી AFP એ વ્યાપક જીઓ-પોલીટીકલ સંદર્ભ પર ભાર મૂક્યો, અને જણાવ્યું કે આ બેઠક ચીનના પ્રભાવનો સામનો કરવા માટે અમેરિકાની વ્યૂહરચનાનો એક ભાગ હતી. એજન્સીએ એ પણ નિર્દેશ કર્યો કે ઘણી વાતી છતાં, વેપાર ઘર્ષણને ઉકેલવા પર પ્રગતિ ઓછી થઈ છે.
ACB ન્યુઝે અહેવાલ આપ્યો કે જ્યારે આ બેઠકને રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે ભારત અને અમેરિકાના વિપક્ષી નેતાઓએ નક્કર કરારોના અભાવની ટીકા કરી રહ્યા છે.
Also read : વક્ફ સુધારા બિલના જેપીસી અહેવાલ પર સંસદમાં ભારે હંગામો, ખડગેએ અહેવાલને ખોટો ગણાવ્યો
CNNના અહેવાલ મુજબ, ટ્રમ્પના ટેરિફ વિકાસશીલ દેશોને ખાસ કરીને ભારત, બ્રાઝિલ, વિયેતનામ અને અન્ય દક્ષિણપૂર્વ એશિયાઈ અને આફ્રિકન દેશોને ભારે અસર કરી શકે છે.