અમદાવાદમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, વાઈરલ ઈન્ફ્કેશનનો રાફડો ફાટ્યો…
![Epidemic worsening after rain, four cities in Bharda! Dav Lagi Ray 'Dungari, why should we do it?](/wp-content/uploads/2024/09/epidemic-gujrat.webp)
અમદાવાદઃ શહેરમાં હાલ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવાર અને સાંજે ઠંડી તથા બપોરે ગરમી લોકોને અકળાવી રહી છે. બેવડી ઋતુના કારણે શહેરમાં રોગચાળાએ માઝા મુકી છે. સરકારી અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. શહેરની સિવિલ હૉસ્પિટલ, સોલા સિવિલ હૉસ્પિટલ, શારદાબેન હૉસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભીડ છે.
Also read : અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું, કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો
સોલા સિવિલની ઓપીડી 12 હજારથી વધુ દર્દીઓની સંખ્યા નોંધાઇ છે જ્યારે 4000ને એડમિટ કરવાની ફરજ પડી છે. હાલ વાઇરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કર્યા છે, બાળકોની ઓપીડી વધતા તબીબોએ સાવચેતી રાખવા અપીલ કરી હતી. બાળકોની ઓપીડી 100ને પાર છે, જ્યારે 40થી વધુ બાળકને એડમિટ કરવાનું ફરજ પડી હતી.
રોગચાળો વકરવાનું કારણ શું?
સામાન્ય રીત ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે અને આ વર્ષે વરસાદ હજુ પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે, જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે.
મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
Also read : ગુજરાત હવે ભણાવશે રાજકારણના પાઠઃ 150 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે આ ફેસિલિટી
રોગચાળાથી બચવા શું કરશો?
વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે. પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.