Viral Video: આ કોની સાથે શોપિંગ પર ઉપડી Radhika Merchant? યુઝર્સે કહ્યું…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. હાલમાં જ આખો અંબાણી પરિવાર મહાકુંભમાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યો હતો. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકા વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે શોપિંગ પર પહોંચી હોય એવું લાગી રહ્યું છે. આવો જોઈએ રાધિકા આ કોની સાથે શોપિંગ પર પહોંચી છે.
Also read : Happy Birthday: બી ગ્રેડની ફિલ્મોથી શરૂઆત, રસ્તામાં રઝળી આ ગુજરાતી તારીકા
સફેદ કલરના સિમ્પલ આઉટફિટમાં રાધિકા મર્ચન્ટ એકદમ પરી જેવી લાગી રહી છે. મહાકુંભથી પાછી ફરીને ગુરુવારે રાધિકા મિત્રો સાથે મુંબઈમાં ફરવા નીકળી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રાધિકા મિત્રો સાથે જ્વેલરી શોપમાં શોપિંગ કરીને જેવી બહાર નીકળતી જોવા મળે છે. રાધિકાએ પણ હર હંમેશની જેમ ક્યુટ સ્માઈલ સાથે પેપ્ઝને પોઝ આપ્યા હતા. રાધિકાની ફેન ફોલોઈંગ બોલીવૂડ સેલેબ્સ કરતાં જરાય ઓછી નથી અને લોકોને તેને જોઈને ખુશ થઈ જાય છે.
રાધિકાનો આ શોપિંગ સમયનો સિમ્પલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. રાધિકાએ આ સમયે સફેદ કલરનો સિમ્પલ આઉટફિટ પહેર્યો હતો અને તેના મંગળસૂત્રની પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. રાધિકા મર્ચન્ટે મહાકુંભ વખતે પહેરેલા ડ્રેસના પણ ફેન્સ પણ ખૂબ જ વખાણ કરી રહ્યા હતા.
જોકે, આ પહેલી વખત નથી કે રાધિકા આ રીતે પોતાના ફ્રેન્ડ્સ સાથે શોપિંગ પર ઉપડી હોય. આ પહેલાં પણ ગુજરાતના જામનગર ખાતેના મોલમાં રાધિકા મિત્રો સાથે મૂવી જોવા પહોંચી હતી, પરંતુ ભારે ભીડ જોતા તે મૂવી જોયા વિના જ પાછી ફરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 11મી ફેબ્રુઆરીએ જ રાધિકા મર્ચન્ટે મુકેશ અંબાણી, દાદી સાસુ કોકિલાબેન અંબાણી, શ્લોકા મહેતા, આકાશ અંબાણી, અનંત અંબાણી અને અન્ય સભ્યો સાથે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા. સ્નાન બાદ અંબાણી પરિવારે ગંગા પૂજન પણ કર્યું હતું.
Also read : જ્યારે રેખાએ Amitabh Bacchhanને ગળે લગાવ્યા…
ગયા વર્ષે અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ લગ્નની ચર્ચામાં દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળી હતી. લગ્ન બાદ હાલમાં કપલ અવારનવાર વિવિધ જગ્યાઓ પર વેકેશન એન્જોય કરતું જોવા મળે છે.