આમચી મુંબઈ

દંપતીએ કર્યો આવો વિચિત્ર કરાર; વેલેન્ટાઇન ડે પર સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ: આજે પ્રેમ વક્ત કરવાનો દિવસ વેલેન્ટાઇન ડે (Valentines day) છે, પ્રમીઓ એક બીજાને અવનવી રીતે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર એક દંપતીનો વેલેન્ટાઇન ડે કરાર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો રીએક્શન આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘર કે કલેશ નામના એક અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. પતિ શુભમ અને પત્ની અનાયાએ ઘરના નિયમો અંગે કરેલા એક કરારનો ફોટો શેર કરવામાં આવ્યો છે. કરારમાં કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી બંને વચ્ચે વારંવાર થતા ઝઘડા ટાળી શકાય અને લગ્નજીવનમાં પ્રેમ ફરી જાગી શકે.

આ પણ વાંચો: Valentine’s Week Special: વેલેન્ટાઇન-ડેની ઉજવણી પાછળ છે આ ખાસ કારણો

કરારમાં લખ્યું હે કે, વેલેન્ટાઇન ડેના અવસર પર, શુભમ (પાર્ટી 1) અને અનાયા (પાર્ટી 2) બંને પક્ષો વચ્ચે વારંવાર થતી દલીલો ટાળવા અને લગ્નજીવનમાં પ્રેમ લાવવા માટે ચોક્કસ ઘરના નિયમો નક્કી કરશે, જે પાર્ટી 1 ના વેપાર પ્રત્યેના જોડાણને કારણે લાંબા સમયથી ઘટતો ગયો હતો. આ પછી, બંને માટે કરારમાં કેટલાક નિયમોની યાદી આપવામાં આવી છે.

https://twitter.com/gharkekalesh/status/1889636452620775730

નિયમોનું ઉલ્લંઘન કરનારને થશે આવી સજા:

કરારમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ પક્ષ આ નિયમોનું પાલન નહીં કરે, તો કરાર સમાપ્ત થઈ જશે અને જવાબદાર પક્ષે 3 મહિના સુધી ઘરના કામમાં મદદ કરવી પડશે, જેમ કે કપડાં ધોવા, બાથરૂમ સાફ કરવા, રાશન લાવવા વગેરે.

સોશિયલ મીડિયા પર એક્શન:

આ તસવીર ઓનલાઈન શેર કરતા યુઝરે લખ્યું, “લગ્ન આટલા અઘરા હશે એવું ક્યારેય નહતું વિચાર્યું. અમારા લગ્નને 2 વર્ષ થયા છે, મારી પત્નીએ મને આ ‘લગ્ન કરાર’ પર સહી કરવા કહ્યું. હવે મારે શું કરવું જોઈએ?”
કરારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોએ તેના પર રમુજી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, “આ તો એપિક છે! આ ક્યુટ કલેશને હું ટેકો આપું છું.” બીજાએ કહ્યું: “વ્હોલસમ કલેશ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button