JioHotstar સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લોન્ચ; જાણો તમારા JioCinema અને Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન્સનું શું થશે?

મુંબઈ: ભારતમાં ઓવર ધ ટોપ(OTT) ઇન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ આવવાનો છે, કેમ કે બે મોટા OTT પ્લેટફોર્મ Jio Cinema અને Dinsey+Hotstar નું મર્જર થઇ ચુક્યું છે, નવા OTT પ્લેટફોર્મ JIO Hoststarની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. વાયાકોમ 18 અને સ્ટાર ઇન્ડિયાએ JIO Hotstarની જાહેરાત કરીને માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. જોકે આનાથી દર્શકોને મોટો ફાયદો થશે, JioCinema અને Disney+ Hotstar પરનું કન્ટેન્ટ હવે એક જ JIO Hoststar પ્લેટફોર્મ પર મળી રહેશે.
નોંધનીય છે કે, નવેમ્બર 2024 માં Viacom18 અને Star Indiaનું મર્જર થયું હતું. ગઈ કાલે એક પ્રેસ રિલીઝમાં, JioStar એ JioHotstar ના લોન્ચની જાહેરાત કરી અને નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ વિશે વિગતો શેર કરી. કંપનીએ જણાવ્યું હતું કે નવા પ્લેટફોર્મમાં આશરે 3,00,000 કલાકનું કન્ટેન્ટ તેમજ લાઇવ સ્પોર્ટ્સ કવરેજ મળશે. JIO Hotstar પર મૂવીઝ ઉપરાંત, પ્લેટફોર્મ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાંથી કન્ટેન્ટ પણ અવેલેબલ હશે.
નવો લોગો:
લોન્ચ સમયે, બંને પ્લેટફોર્મ મળીને યુઝર્સની સંખ્યા 50 કરોડથી વધુ છે. નવા પ્લેટફોર્મનો એક નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં સેવન-પોઇન્ટેડ સ્ટાર જોવા મળે છે અને JioHotstar લખેલું છે.
Also read: jiohotstar.com ડોમેનની સસ્પેન્સ ગેમનો આવ્યો અંત, હવે મુકેશ અંબાણીને…
સબ્સ્ક્રિપ્શન:
JioHotstar પર હાલમાં ફ્રી કન્ટેન્ટ ઉપલબ્ધ છે. શો, મૂવીઝ અથવા લાઇવ સ્પોર્ટ્સ જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં, જો કે કેટલાક કન્ટેન્ટ માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેશે. સબ્સ્ક્રિપ્શન્સની વાત કરીએ તો, JioCinema અને Disney+ Hotstar ના હાલના સબ્સ્ક્રાઇબર્સ આપમેળે નવા પ્લેટફોર્મ પર થઈ સબસ્ક્રાઈબ થઇ જશે. નવા સબ્સ્ક્રાઇબર્સ 149 રૂપિયાથી શરૂ થતા પ્લેટફોર્મના નવા પ્લાન બ્રાઉઝ કરી શકે છે.
કન્ટેન્ટની ભરમાર:
JioHotstar 10 ભારતીય ભાષાઓમાં વિવિધ પ્રકારની કન્ટેન્ટ સ્ટ્રીમ કરશે. દર્શકો મૂવીઝ, શો, એનામી, ડોક્યુમેન્ટરી, લાઇવ સ્પોર્ટ્સ અને ઘણું બધું જોઈ શકશે. આ પ્લેટફોર્મ પર IPL, WPL અને ICC ઇવેન્ટ્સ જેવી પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા મળશે. ઉપરાંત પ્રીમિયર લીગ, વિમ્બલ્ડન અને પ્રો કબડ્ડી અને ISL પણ આ પ્લેટફોર્મ પર જોઈ શકાશે. કંપનીએ એમ પણ કહ્યું કે પ્લેટફોર્મ આંતરરાષ્ટ્રીય પ્રીમિયર્સ પણ સ્ટ્રીમ કરશે. વધુમાં, JioHotstar ડિઝની, NBCUniversal Peacock, Warner Bros., Discovery HBO અને Paramount જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સનંL કન્ટેન્ટ પણ ભારતમાં ઉપલબ્ધ કરાવશે.