સ્પોર્ટસ

Champions Trophy: કેવિન પીટરસને કેએલ રાહુલ અંગે ગંભીરને આપી સલાહ; પ્લેઇંગ-11ની પસંદગી પણ કરી

મુંબઈ: ક્રિકેટ ચાહકો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુ થવાને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત (Champions trophy 2025 in Pakistan) થશે, આ ટુર્નામેન્ટમાં 8 બેસ્ટ ક્રિકેટ ટીમ ભાગ લઇ રહી છે. દરેક દેશની ટીમ મજબુત પ્લેઇંગ-11 સાથે મેદાને ઉતરશે. એવામાં ઘણા ક્રિકેટ વિશેષજ્ઞો પ્લેઇંગ-11 પંસદ કરવા અંગે સૂચનો આપી રહ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને (Kevin Pietersen) ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્લેઇંગ ઇલેવન માટે સલાહો આપી છે.

ભરતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો કે તેઓ મિડલ ઓર્ડરમાં લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનને પસંદ કરશે. એવામાં પીટરસને ગંભીરને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને નંબર 5 પર મોકલવાની સલાહ આપી છે.

Also read: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો

નોંધનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડની ODI સિરીઝ દરમિયાન, કેએલને અક્ષર પટેલની નીચે બેટિંગ કરવા મોકલવામાં આવી રહ્યો હતો. આ અંગે બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટની ટીકા થઈ હતી. અક્ષરને ઉપરના ક્રમે બેટિંગ કરવાનો ફાયદો થયો, જ્યારે કેએલ રાહુલને છઠ્ઠા ક્રમે સ્કોર કરવામાં મુશ્કેલી પડી અને તે બે ઇનિંગ્સમાં ફક્ત 12 રન બનાવી શક્યો. જોકે, ત્રીજી વનડેમાં કેએલ રાહુલને પાંચમા નંબરે બેટિંગ કરવાની તક મળી અને તેણે 29 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.

પીટરસને હર્ષિત રાણાને બહાર રાખ્યો:
ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પહેલો લીગ મેચ બાંગ્લાદેશ સામે રમશે, આ માટે કેવિન પીટરસને ભારતની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. કેવિન પીટરસને પોતાની ટીમમાં હર્ષિત રાણાને સામેલ ન કર્યો. પીટરસને પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહને ફાસ્ટ બોલર તરીકે પસંદ કર્યા જ્યારે કુલદીપ યાદવને સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે પસંદ કર્યો.

કેવિન પીટરસને પસંદ કરેલી ભારતની પ્લેઇંગ-11:
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button