આવતી કાલે ડબ્લ્યૂપીએલ શરૂઃ મુંબઈની ઑલરાઉન્ડર ઈજાને લીધે સ્પર્ધાની બહાર
![](/wp-content/uploads/2025/02/Womens-Premier-League-2025-opening-match.webp)
વડોદરાઃ અહીં આવતી કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે જાણીતી મહિલાઓની ટી-20 લીગ ટૂર્નામેન્ટનો આરંભ થઈ રહ્યો છે. આવતી કાલે પહેલી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. સ્મૃતિ મંધાના બેન્ગલૂરુની અને ઍથ્લેઇ ગાર્ડનર ગુજરાતની કૅપ્ટન છે.”
સ્પર્ધાની બીજી ત્રણ ટીમોમાં 2023ની પ્રથમ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કૅપિટલ્સ અને યુપી વૉરિયર્ઝનો સમાવેશ છે.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમને સ્પર્ધાના આરંભ પહેલાં જ મોટો ઝટકો લાગ્યો છે. એની સ્ટાર ઑલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડે મહિલા ક્રિકેટરોને કહી દીધું, ભારતની ડબ્લ્યૂપીએલમાં રમવું છે કે ન્યૂ ઝીલૅન્ડ સામે?
ડીઍન્ડ્રા ડૉટિન અને રિચા ઘોષ સહિત કેટલીક ખેલાડીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે.
બેન્ગલૂરુની ટીમ પાસે એવી બે બોલર છે જે ટી-20 ઇન્ટરનૅશનલમાં હૅટ-ટ્રિક લઈ ચૂકી છે. એમાંની એક છે એક્તા બિશ્ત અને બીજી છે હીધર ગ્રેહામ.
આ વખતની ડબ્લ્યૂપીએલમાં 19મી ફેબ્રુઆરી સુધીની મૅચો વડોદરામાં અને ત્યાર પછીની મૅચો બેન્ગલૂરુ, લખનઊ તથા મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાશે. 15મી માર્ચે ફાઇનલ મુકાબલો બ્રેબર્નમાં થશે.