રાજસ્થાન-ગુજરાતની ધરા ધ્રુજી; બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા
![Earthquake tremors felt in Rajasthan-Gujarat](/wp-content/uploads/2025/02/Earthquake-tremors-felt-in-Rajasthan-Gujara.webp)
અમદાવાદ: ગુરુવારે બપોરે રાજસ્થાન અને ગુજરાત સરહદ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. રાજસ્થાનના સિરોહી અને જાલોર સહિત ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાજસ્થાનના જાલોર અને સિરોહી જિલ્લાના વિવિધ ભાગોમાં લગભગ 3-4 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. માઉન્ટ આબુ, આબુ રોડ અને રેવદર સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આપણ વાંચો: Kutch માં ફરી ધરા ધ્રુજી, રાપરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
રાજસ્થાન સરહદ નજીક ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દુર નોંધાયું હતું.