અલાહાબાદિયા પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન કેમ નોંધાવી રહ્યો નથી, જાણો કારણ?
![Why Ranveer Allahabadia Is Avoiding Police Station After Summons](/wp-content/uploads/2025/02/Why-Ranveer-Allahabadia-Is-Avoiding-Police-Station-After-Summons.webp)
મુંબઈઃ લોકપ્રિય યુટ્યુબર સમય રાઈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. ઘણી જગ્યાએ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસમાં રણવીરને અલાહાબાદિયાને સમન્સ મોકલવામાં આવ્યા બાદ પણ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો નથી. ખાર પોલીસે તેને બીજી વખત સમન્સ પાઠવ્યું છે. હવે સવાલ એ છે કે સમન્સ જારી થયા પછી પણ રણવીર અલાહાબાદિયા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનું નિવેદન કેમ નથી નોંધાવતો? સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર અલ્હાબાદિયા પોલીસ સ્ટેશન આવતા ડરે છે. યુટ્યુબરે પોલીસને ખાસ અપીલ કરી છે.
ઈન્ડિયા ગોટ લેટેન્ટ વિવાદને લઈને મુંબઈની ખાર પોલીસે રણવીર અલાહાબાદિયાને પૂછપરછ માટે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું. રણવીરએ વિનંતી કરી હતી તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેનું નિવેદન લેવામાં ન આવે, પરંતુ પોલીસે તેની ભલામણને ફગાવી દીધી અને તેને પોલીસ સ્ટેશનમાં આવીને તેનું નિવેદન નોંધાવવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: અલાહાબાદિયાની ટિપ્પણીનો વિવાદ ,તન્મય ભટ્ટ, ઉર્ફી જાવેદ અને દીપક કલાલને સાયબર પોલીસના સમન્સ
મહારાષ્ટ્ર સાયબર સેલે ગુરુવારે સમય રૈનાને પણ અભદ્ર ટિપ્પણીઓને લઈને બીજી વખત સમન્સ પાઠવ્યું હતું. અને તેને 17 ફેબ્રુઆરીએ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. સમય રૈનાના વકીલે સાયબર સેલને જણાવ્યું હતું કે સમય રૈના અમેરિકામાં છે અને તે 17 માર્ચે દેશ પરત ફરશે.
મહારાષ્ટ્ર સાયબરસેલે સિદ્ધાર્થ તેવટિયા (બાપ્પા)ને પણ બોલાવ્યા હતો અને તેનું નિવેદન નોંધવા કહ્યું છે. તેવટિયા આ શોમાં જજ હતો. સાયબર સેલ આ શોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર અન્ય લોકોને પણ સમન્સ મોકલશે, જેમાં રણવીર અલાહાબાદિયા, સમય રૈના, રાખી સાવંત, મહિપ સિંહ, દીપક કલાલ અને અન્ય મહેમાનોના નામ સામેલ છે.
આ પણ વાંચો: રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
દરમિયાન, કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લ્યુએન્ઝર અપૂર્વા મુખિજાએ બુધવારે અશ્લીલ ટિપ્પણીઓને લઈને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. માહિતી અનુસાર, તે જ્યુરીઓને પણ બોલાવવામાં આવ્યા છે, જેઓ આ શોમાં કોઈને કોઈ સમયે આવ્યા હતા.
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ‘અશ્લીલ જોક્સ’ પર આરોપીઓને સમન્સ મોકલ્યા છે. ગુવાહાટી પોલીસે રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, અપૂર્વા મુખિજા, સમય રૈના અને આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોને સમન્સ પાઠવ્યા છે. આ મામલે ગુવાહાટી પોલીસ મુંબઈ આવી તપાસ કરી રહી છે.