ઇન્ટરનેશનલ

Pakistan ની મુલાકાતે ગયેલા તુર્કીના રાષ્ટ્રપતિએ આલાપ્યો કાશ્મીર રાગ

નવી દિલ્હી : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ બાદ હાલ અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ગુરુવારે  પાકિસ્તાનની(Pakistan)સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે.

આ દરમિયાન શાહબાઝ શરીફ અને તૈયપ એર્દોગનએ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એર્દોગન અને શાહબાઝ શરીફ વચ્ચેની મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ બંને દેશો વચ્ચે 24 કરારો પર હસ્તાક્ષર થયા છે. જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીર રાગ આલાપ્યો હતો.

આપણ વાંચો: પ્રાસંગિક : ટ્રમ્પ – પુતિન વચ્ચેની સિક્રેટ ડીલને લીધે સિરિયામાં સત્તાપલટો?

લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીર અંગે કહ્યું કે તુર્કીએ હંમેશા કાશ્મીર મુદ્દામાં પાકિસ્તાનના પક્ષનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે એર્દોગન ઇસ્લામિક સમાજના ખૂબ જ મહત્વપૂર્ણ અને આદરણીય નેતા છે. શાહબાઝ શરીફે વધુમાં કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન હંમેશા ગાઝા, પેલેસ્ટાઇન અને કાશ્મીરના લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.

શાહબાઝ શરીફે કહ્યું કે જ્યારે એર્દોગન બોલે છે ત્યારે ફક્ત ઇસ્લામિક વિશ્વના લાખો લોકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ તેમને ધ્યાનથી સાંભળે છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ ખાતરી આપે છે કે પાકિસ્તાન હંમેશા સાયપ્રસ પર તુર્કીના વલણને સમર્થન આપશે.

આપણ વાંચો: BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી રશિયા જવા રવાના, આ નેતાઓ સાથે કરશે બેઠક

એર્દોગને પણ કાશ્મીર પર નિવેદન આપ્યું

બીજી તરફ, શાહબાઝ શરીફ સાથેની મુલાકાત દરમિયાન, એર્દોગને પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું. તેમણે મોહમ્મદ અલી ઝીણા અને અલ્લામા ઇકબાલને રાષ્ટ્રના નાયકો ગણાવ્યા હતા.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પણ કાશ્મીર પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે પાકિસ્તાનના પ્રયાસોનું સમર્થન કરે છે. એર્દોગને વધુમાં કહ્યું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ એવી વાતચીત દ્વારા લાવી શકાય છે જે સંયુક્ત રાષ્ટ્રના નિર્ણયો અને કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ સાથે સુસંગત હોય.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું હતું, ત્યારે તેમણે પોતાના સંબોધનમાં એક પણ વાર કાશ્મીરનો ઉલ્લેખ કર્યો ન હતો. જે પાકિસ્તાન માટે આધાતજનક  હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button