આ કોને ગળે મળતો જોવા મળ્યો Akash Ambani? Shloka Mehta જોશે તો…

આઈપીએલ-2025ની શરુઆત 21મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 25મી મે, 2025ના રમાશે. ક્રિકેટની આ મેગા ઈવેન્ટને શરૂ થવામાં હજી સમય છે, પરંતુ એને લઈને માહોલ તો બની રહ્યો છે. વિવિધ ટીમના માલિકો પોત-પોતાની સ્ટ્રેટેજી પ્લાન કરી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના લાડકવાયા આકાશ અંબાણી (Akash Ambani)નો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આકાશ અંબાણી પત્ની શ્લોકા અંબાણી નહીં પણ કોઈ બીજી મહિલાને ગળે લગાવી રહ્યો છે. આવો જોઈએ કોણ છે આ મહિલા-

આ પણ વાંચો: Akash Ambaniએ સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું કંઈ એવું કે મુકેશ અંબાણી થયા ગુસ્સે અને પછી…
અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયરસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે પછી એ આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય. હાલમાં જ આખો અંબાણી પરિવાર મહાકુંભમાં પહોંચ્યો હતો અને આના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે ત્યાં જ સોશિયલ મીડિયા આકાશ અંબાણીનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મહિલાને ગળે મળતો જોવા મળી રહ્યો છે, પણ આ મહિલા શ્લોકા અંબાણી નથી. ચોંકી ગયા ને? આ મહિલા શ્લોકા નથી તો કોણ છે એવો સવાલો પણ થયો હશે ચાલો, તમને આ સવાલનો જવાબ આપીએ.

આ પણ વાંચો: Viral Video: Shloka Mehta નહીં આ મહિલા સાથે કારમાં ડ્રાઈવ પર નીકળ્યો Akash Ambani?!
આકાશ સાથે ફોટોમાં જોવા મળી રહેલી આ મહિલા બીજું કોઈ નહીં પણ આઈપીએલની એસઆરએચની માલિક કાવ્યા મારન છે. કાવ્યા અને આકાશના આ એકબીજાને હગ કરતાં ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. ગળે મળતો જોવા મળી રહ્યો છે. નેટિઝન્સ આ ફોટો પર જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. આવો જોઈએ શું કહી રહ્યા છે યુઝર્સ-
મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો એસએ20 2025 લીગની ત્રીજી સિઝનની ફાઈનલ મેચની છે. પહેલા ફોટોમાં આકાશ અને કાવ્યા એકબીજા સાથે હસીને વાતો કરી રહ્યા છે, જ્યારે બીજા ફોટોમાં બંને જણ એકબીજાને ગળે મળતા જોવા મળી રહ્યા છે. આ ફોટો પર યુઝર્સની મજેદાર પ્રતિક્રિયા સામે આવી રહી છે. યુઝર્સ આ મીટિંગને પ્લેયર્સની એક્સચેન્જ સાથે જોડીને જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર મીમ્ઝનું ઘોડાપૂર આવી ગયું હતું.