હવે મનાવી લો તમારો વેલેન્ટાઇન ખાસ રીતે, ઇન્ડિગો લાવ્યું છે ખાસ ઓફર

દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. દરેક યુગલ ખૂબ જ ઉત્સાહથી આ દિવસની રાહ જુએ છે. વેલેન્ટાઇન ડે હવે નજીક આવી રહ્યો છે. તમે તમારા પ્રેમનો ઇઝહાર કરવા માગતા હો તો કોઇ રોમાન્ટિક સ્થળે જઇને કેન્ડલ લાઇટ ડિનર કે મ્યુઝિકલ નાઇટમાં કે પછી તારા મઢ્યા આકાશની નીચે હાથમાં હાથ નાખીને ફરવાની મઝા જ કંઇ ઓર છે. તમારી પ્રેમની દુનિયાને વધુ રંગીન બનાવવા, તમારી પ્રેમની ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે ઇન્ડિગો એરલાઇન્સ યુગલો માટે એક ખાસ ઓફર લઈને આવી છે.
ઇન્ડિગો એરલાઇન્સે રોમાન્ટિક કપલો માટે સિલેક્ટ રૂટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જોકે, આ ડિસ્કાઉન્ટ બેઝ પ્રાઇઝ પર છે. આ અંતર્ગત બે મુસાફરોના એકસાથે બુકિંગ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે આ ઓફર મર્યાદિત સમય માટે જ છે જે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે. આ ઓફર પસંદગીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉપલબ્ધ છે. આ ઓફર હેઠળ મુસાફરી બુકીંગની તારીખથી ઓછામાં ઓછા 15 દિવસ બાદ મુસાફરી કરવી પડશે એવી માહિતી કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.
Also read: ઈન્ડિગો એરલાઈન્સે લાંચ આપવાની કોશિશ કરી! હેરાન થયેલા પેસેન્જરે લગાવ્યા ગંભીર આરોપ
આ ઉપરાંત ઇન્ડિગોએ અન્ય ઓફર્સ પણ શરૂ કરી છે, જેમાં અગાઉથી ફૂડ બુક કરવા પાર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, સ્ટાન્ડર્ડ સીટ પસંદ કરવા પર 15 ટકા ડિસ્કાઉન્ટ જેવી એડ ઓન ઓફરો પણ રજૂ કરી છે. આ ઉરાંત ઇન્ડિગો 14 ફેબ્રુઆરીએ ફ્લેશ સેલ પણ યોજશે, જેમાં પહેલી 500 ટિકિટ બુક કરાવનારાઓને વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. આ બુકિંગ તમે ઇન્ડિગની વેબસાઇટ પરથી કે તેમની એપ પરથી પણ કરી શકો છો. તો, તમે પણ ઇન્ડિગોની આ વેલેન્ટાઇન ઓફરનો લાભ ઉઠાવો અને તમારા પાર્ટનરને કરી દો ખુશ.