IPL 2025: RCB ની મોટી જાહેરાત; વિરાટ નહીં પણ આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
![Rajat Patidar named RCB captain for IPL 2025](/wp-content/uploads/2025/02/rajat-patidar-named-rcb-captain-for-ipl-2025.webp)
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)એ આજે મોટી જાહેરાત કરી છે, RCBએ નવા કેપ્ટનના નામની જાહેરાત કરી. RCBએ રજત પાટીદારને ટીમનો કેપ્ટન (Rajat Patidar RCB Captain) બનાવ્યો છે. એવું માનવામાં આવતું હતું કે કોહલી અથવા રજત પાટીદારમાંથી કોઈ એકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ફ્રેન્ચાઇઝીએ આ જવાબદારી રજતને સોંપી છે. રજત પાટીદાર 2021 માં RCB માં જોડાયો હતો, ત્યાર બાદથી તે સતત ટીમનો ભાગ રહ્યો છે.
IPL 2024 માં દક્ષિણ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસિસ RCB નો કેપ્ટન હતો, પરંતુ ટીમે તેને IPL 2025 માટે રિટેન કર્યા ન કર્યો, મેગા ઓક્શનમાં પણ તેને ફરીથી ન ખરીદ્યો.
Also read: ટૉરન્ટ ગ્રૂપે આટલા કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સનો 67 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો…
IPL 2025 માટે RCB ની સ્કવોડ:
વિરાટ કોહલી (21 કરોડ), રાજત પાટીદાર (11 કરોડ), યશ દયાલ (5 કરોડ), લિયમ લિવિંગસ્ટોન (રૂ. 8.75 કરોડ), ફિલ સોલ્ટ (11.50 કરોડ) રૂ. 2.60 કરોડ), ક્રુનાલ પંડ્યા (રૂ. 5.75 કરોડ), ભુવનેશ્વર કુમાર (રૂ. 10.75 કરોડ), સ્વેપનીલ સિંહ (આરએસ 50 લાખ), ટિમ ડેવિડ (રૂ. 3 કરોડ), રોમેરિઓ શેફર્ડ (1.50 કરોડ), નુવાન તુષારા (રૂ. 1.60 કરોડ), મનોજ ભંડાગે (રૂ. 30 લાખ), જેકબ બેથેલ (રૂ. 2.60 કરોડ), દેવદત્ત પડિકલ (રૂ. 2 કરોડ), સ્વસ્તિક ચિકારા (રૂ. 30 લાખ), લુંગી ન્ગીડી (રૂ. 1 કરોડ), અભિનંદન સિંહ (રૂ. 30 લાખ), મોહિત રાઠી (રૂ. ૩૦ લાખ).