આપણું ગુજરાત

મહેસાણા કલેકટરનું ફરમાનઃ કર્મચારીઓને જીન્સ-ટી શર્ટ પહેરીને આવવાની મનાઈ

મહેસાણાઃ જિલ્લા કલેકટરે નવું ફરમાન જાહેર કર્યું છે. કલેકટર કચેરીમાં સ્ટાફને જીન્સ કે ટી-શર્ટ પહેરીને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કચ્છથી પ્રમોશન સાથે બદલી થઈને મહેસાણા જિલ્લામાં આવેલા નવનિયુક્ત કલેકટર એસ કે પ્રજાપતિ દ્વારા સ્ટાફ સાથે મીટિંગ કરવામાં આવી હતી. જેમાં કામ કરવા બાબતે સ્ટાફને કેટલીક કડક સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા પોતાની કચેરીમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓને જીન્સ અને ટી શર્ટ સહિતનો વેસ્ટર્ન પોશાક નહીં પરંતુ ઓફિશિયલી ભારતીય પોશાક પહેરીને જ આવવા કહ્યું હતું.

એસ કે પ્રજાપતિ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યા બાદ અધિક કલેકટર જસવંત જગોડાની હાજરીમાં સ્ટાફની મીટિંગ કરી હતી. કલેકટરે અધિકારી હોય કે કર્મચારી તમામને તેમના દ્વારા મૂકવામાં આવતી ફાઇલ કે કાગળની તમામ વિગત વાંચ્યા અને સમજ્યા બાદ જ સહી માટે મૂકવા કડક શબ્દોમાં સૂચના આપી હતી.

Also read: મહેસાણામાં યુવકને જાણ કર્યા વિના કરી નાખી નસબંધી; મહિના બાદ હતા યુવકના લગ્ન

આ ઉપરાંત ફાઈલોની સાથે રાજ્ય સરકારના પરિપત્રોને ટાંકવા માટેની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે કલેકટરે સ્ટાફને આપેલી કડક સૂચના બાદ પોતાના કહ્યા અને સમજાવ્યા બાદ સહી કરી દેશે તેવી મહેચ્છા રાખતા કેટલાક કર્મચારીઓના સપનાં પર પાણી ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસ કે પ્રજાપતિ મહેસાણાના 55માં કલેકટર છે. 6 ફેબ્રુઆરી, 2025થી તેમની નિમણૂક થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button