ટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજી

DeepSeek પર નિયંત્રણ લાદવામાં આવશે? દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી: ચીનના AI ચેટબોટ ડીપસીકના આગમન બાદ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, આ સાથે ડેટા પ્રાઈવસી અંગે પણ સવાલો (DeepSeek AI chat boat) ઉઠી રહ્યા છે. એવામાં ભારતમાં પણ ડીપસીક પર નિયંત્રણની માંગ ઉઠી છે, દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) ડેટા પ્રાઈવસીના ઉલ્લંઘનની કથિત ચિંતાઓ અંગે ડીપસીક સામે પાગલ ભરવા માંગ કરવામાં આવી હતી. બુધવારે દિલ્હી હાઈ કોર્ટે ડીપસીક નિયંત્રણની માંગ કરતી અરજી પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ખતરનાક ટૂલ છે, ભલે તે કોઈની પણ પાસે હોય. આવા સાધનો ચીનના હાથમાં હોય કે અમેરિકાના હાથમાં હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.

Also read: DeepSeekને અરુણાચલ પ્રદેશ અને પેંગોગ લેક વિશે પૂછ્યા સવાલો, જવાબમાં કહ્યું સોરી…

અહેવાલ મુજબ, જસ્ટિસ ગેડેલાએ ટિપ્પણી કરી હતી કે, “કોઈપણ વ્યક્તિના હાથમાં AI, પછી ભલે તે ચીની હોય કે અમેરિકનો, એક ખતરનાક શસ્ત્ર છે; કોઈ ફરક પડતો નથી. એવું નથી કે સરકાર આ બાબતોથી અજાણ છે, તેઓ તે ખૂબ સારી રીતે જાણે છે.” ડીપસીક સામે દાખલ કરાયેલી PILમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેના લોન્ચ થયા પછી, પ્લેટફોર્મની પ્રાઈવસી અને સિક્યોરિટી અંગે ચિંતાઓ ઉભી થઈ છે.

અરજદારે ડીપસીક સંબંધિત ચિંતાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે ગાઈડલાઈન્સ પણ માંગ કરી છે. જસ્ટિસ ગેડેલાએ કહ્યું “તમારામાંથી 97 ટકા લોકો ડાર્ક વેબમાં છે. તમે શું કહી રહ્યા છો? તમે આવનારી પેઢીના યુવાનો છો. તમે તેના વિશે અમારા કરતાં વધુ જાણો છો. શું તમને લાગે છે કે કોઈ ડેટા, સુરક્ષિત છે? શું તમે ડાર્ક વેબ વિશે જાણો છો? એ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અમે તેમને એક તક આપી રહ્યા છીએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button